આ વર્ષે 29 ઓગસ્ટના રોજ બળેવ મતલબ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. છેલ્લા બે વર્ષોની જેમ આ વર્ષે પણ ભદ્રાયોગ લાગ્યો છે. જેને કારણે આ વખતે રાખડી ભાઈઓના હાથ પર બપોર પછી બાંધવામાં આવશે. જ્યોતિષ મુજબ વર્ષો પછી આ વખત રક્ષાબંધન એકદમ શુભ સ્થિર યોગ બનવા જઈ રહ્યો છે. જેમા સ્થિર સિંહ લગ્નમાં સૂર્ય ગુરૂની યુક્તિ અને સ્થિર શનિવાર રક્ષાબંધન પર સ્થિર રક્ષાના યોગ બની રહ્યો છે.
ભદ્રામાં કેમ નથી બંધાતી રાખડી ?
શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે ભદ્રામાં રાખડી કેમ બાંધવામાં નથી આવતી. નહી તો ચાલો આજે અમે બતાવીએ છીએ... એવુ કહેવાય છે કે સૂર્પણખાએ પોતાના ભાઈ રાવણને ભદ્રામાં રાખડી બાંધી હતી જેને કારણે રાવણનો વિનાશ થઈ ગયો. મતલબ રાવણનુ અહિત થયુ. આ કારણે લોકો ભદ્રામાં રાખડી બાંધવાની ના પાડે છે. કેટલાક જુના પુરાણોમાં ઉલ્લેખ છે કે આ કાળમાં શિવજી તાંડવ કરે છે અને અને તેઓ ખૂબ ગુસ્સામાં હોય છે. આવામાં જો એ સમયે કશુ પણ શુભ કામ કરીએ તો શિવજીના ગુસ્સાનો સામનો કરવો પડશે અને સારુ કામ પણ બગડી જાય છે. તેથી ભદ્રાના સમયે કોઈપણ શુભ કામ થતુ નથી.