Raksha Bandhan 2021: હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ -બહેનો વચ્ચે પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તો આજે રક્ષાબંધન છે. આ દરમિયાન, બહેનો પોતાના ભાઈઓની સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે તેમના કાંડા પર રંગબેરંગી રાખડીઓ બાંધે છે, સાથે જ ભાઈઓ તેમની બહેનોને તેમની રક્ષા કરવાનુ વચન અને ભેટ પણ આપે છે.આજે રક્ષાબંધન માટે ખૂબ જ ઉપયોગી સામગ્રી થાળીમાં એકઠી કરી લો. રક્ષાબંધનનો તહેવાર આ 7 વસ્તુઓ વગર અધૂરો માનવામાં આવે છે. ચાલો જાણીએ કે પૂજાની થાળીમાં કઈ 5 વસ્તુઓ જરૂરી છે અને રાખડી બાંધતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ.