બનાવવાની રીત - કોકો પાવડરને દૂધ સાથે મિક્સ કરો. એક પેનમાં આ મિશ્રણની સાથે શેકેલો સોજી, નારિયેળ, ગોળ, ઘી, ઇલાયચી મિક્સ કરી ત્યાંસુધી હલાવો જ્યાંસુધી પેસ્ટ ઘટ્ટ ન બની જાય. હવે એક પ્લેટ પર ઘી લગાવો અને તેના પર આ મિશ્રણને સારી રીતે પાથરી દો અને ઠંડુ થવા મૂકી દો. આ બરફીને નાના ટૂકડાંમાં કાપો અને ઉપરથી કાજુ અને બદામ નાંખી ગાર્નિશ કરો.