ભાઇ-બહેનની જવાબદારીઓ

(1) ક્યારે અને કેવી રીતે રાખડી બાંધશો ?
W.D

- વહેલી સવારે ઉઠીને નિત્યકામથી પરવારીને સ્નાન કરી લો.
- હવે આખા દિવસમાંથી કોઈ એક શુભ મુર્હત જોઈ ઘરમાં કોઈ પવિત્ર સ્થાન પર છાણથી લીપી લો.
- લીપેલી જગ્યાએ સ્વસ્તિક બનાવો.
- તેના પર તાંબાના એક પવિત્ર કળશમાં પાણી ભરીને મુકો.
- કળશમાં આસોપાલવના પાન ફેલાવતાં ગોઠવી દો.
- આ પાન પર નારિયેળ મુકો.
- કળશની બંન્ને બાજુ આસન પાથરી દો. ( એક આસન ભાઈને બેસવા માટે અને બીજુ આસન પોતાને બેસવા માટે.
- હવે ભાઈ-બહેન કળશની વચ્ચે મુકી સામસામે બેસી જાય.
- ત્યાર પછી કળશની પૂજા કરો.
- પછી ભાઈના હાથમાં નારિયેળ અને માથા પર ટોપી કે ટુવાલ મુકો.
- હવે ભાઈને ચોખા સાથે કંકુ લગાવો.
- હવે ભાઈના જમણા હાથ પર રાખડી બાંધો.
- પછી ભાઈને મીઠાઈ ખવડાવો, આરતી ઉતારો અને તેની પ્રગતિ અને ખુશીયો માટે પ્રાર્થના કરો.
- ત્યારપછી ઘરની બધી મુખ્ય વસ્તુઓને રાખડી બાંધો. જેમ કે પેન, હિંચકો,દરવાજો વગેરે.


(2) પૂજાની થાળીમાં શું શું મૂકશો ?
W.D


-ભાઈને બાંધવા માટે રાખડી.
-તિલક કરવા માટે કંકુ અને ચોખા.
-નારિયેળ
-મિઠાઈ
-માથા પર મુકવા માટે નાનો રૂમાલ અને ટોપી.
-આરતી ઉતારવા માટે દીવો.

(3) ભાઈએ શુ કરવું જોઈએ.

- આજથી ભાઈ આ સંકલ્પ કરે કે તે આખી જીંદગી બહેનની રક્ષા કરશે.
- ભાઈ એ પણ નક્કી કરે કે તે હંમેશા બહેનના સુખ-દુ:ખનું ધ્યાન રાખશે.
- જ્યારે બહેન રાખડી બાંધે ત્યારે આરતી સૂની ન છોડે, એટલેકે ભેટ કે નકદ રૂપિયા જરૂર આપે.
- રાખડી બંધાવીને ભાઈને બહેનની સાથે જ ઘરના બધા વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા જોઈએ.