બે નવા ડિવીઝન શરૂ કરાશે

વેબ દુનિયા

શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2009 (13:11 IST)
લાલુ યાદવે અંતરીમ બજેટની રજુ કરતી વખતે રેલ્વેમાં બે નવા ડિવીઝનો બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં ઠાણે અને ભાગલપુરનો સમાવેશ થાય છે.

લાલુએ એક ડિવીઝન પોતાના રાજ્ય બિહારમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. જે ડિવીઝન ભાગલપુરમાં શરૂ થશે. તો બીજી રેલ ડિવીઝન મુંબઈ નજીક ઠાણે ખાતે શરૂ કરાશે.

જે અંગેની આર્થિક જોગવાઈ આ વર્ષનાં બજેટમાં કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો