લાલુએ પોતાના બજેટમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ નવી ટ્રેનોની ઘોષણા કરી દીધી છે. તેમાં પોતાના રાજ્યને ટ્રેનો ફાળવવામાં કોઈ કમી રાખી નથી. આ ઉપરાંત મેટ્રો ટ્રેનનાં વિસ્તાર માટે રાજ્ય સરકાર 50 ટકા આપશે, તેની જાહેરાત પણ કરી હતી.
લાલુએ એક મહત્ત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ઈસ્ટર્ન ફ્રેટ કોરિડોર લુધિયાના થી કોલકતા સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. તો મુગલસરાય થી ડેહરી ઓફ સોનનું પ્રથમ ચરણનો આરંભ પણ નજીકનાં ભવિષ્યમાં કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત લાલુએ 43 નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી હતી. * બિલાસપુર-તિરુનવેલી વાયા થિરુવનંતપુરમ એકસપ્રેસ (સાપ્તાહિક) * રાંચી-જયનગર એકસપ્રેસ (સપ્તાહમાં ત્રણ વખત) * સિકંદરાબાદ-મનુગુરુ સુપરફાસ્ટ (દરરોજ) * મુંબઇ-કરવાર સુપરફાસ્ટ (સપ્તાહમાં ત્રણ વખત) * ભોપાલ-લખનૌ જકંશન ગરીબરથ એકસપ્રેસ (સાપ્તાહિક) * દુર્ગ-જયપુર એકસપ્રેસ (સાપ્તાહિક) * છત્રપતિ સાહૂ ર્ટિમનલ (કોલ્હાપુર)-ધનબાદ લક ર્સિવસ વાયા પારસનાથ (સાપ્તાહિક * સેનગોટાઇ-ઈરોડ પેસેન્જર (સાપ્તાહિક) * ડિબ્રુગઢ-ચંદીગઢ એકસપ્રેસ (સાપ્તાહિક) * અજમેર-ભાગલપુર વાયા દિલ્હી ગરીબ રથ એકસપ્રેસ (સપ્તાહમાં બે વખત) * નિઝામુદ્દીન-બગ્લોર વાયા કંચેગુડા રાજધાની (સપ્તાહમાં ત્રણ વખત) * બરોની-દિલ્હી જનસાધારણ સુપરફાસ્ટ (સપ્તાહમાં બે વખત) * મુંબઇ-વારાણસી સુપરફાસ્ટ (દરરોજ) * મૈસુર-યશવંતપુર એકસપ્રેસ (દરરોજ) * જમાલપુર-ગયા પેસેન્જર * કોરાપુત-રોરકેલા એકસપ્રેસ (દરરોજ) * આગ્રા-અજમેર પેસેન્જર સુપરફાસ્ટ (દરરોજ) * સીતામડી-પટણા લક ર્સિવસ (દરરોજ) * તિરુચીરાપલ્લી-મદુરાઇ એકસપ્રેસ (દરરોજ) * મુંબઇ-બીકાનેર એકસપ્રેસ (સપ્તાહમાં બે વખત) * જયનગર-અજમેર લક ર્સિવસ (સપ્તાહમાં બે વખત) * આગ્રા-લખનૌ જકંશન શતાબ્દી (દરરોજ) * ગાંધીધામ-કોલકાતા સુપરફાસ્ટ (સાપ્તાહિક) * નવીદિલ્હી-ગુવાહાટી રાજધાની વાયા ભાગલપુર (સાપ્તાહિક) * મુંબઇ-તિરુનવેલી સુપરફાસ્ટ વાયા થિરુવંતનપુરમ (સપ્તાહમાં બે વખત) * જમ્મુતાવી-દરભંગા ગરીબરથ (સાપ્તાહિક) * સરહસા-દિલ્હી વાયા એકસપ્રેસ પટના (સાપ્તાહિક) * ગ્વાલિયર-ભોપાલ ઈન્ટરસીટી વાયા ગુના (સપ્તાહમાં પાંચ દિવસ) * કોઈમ્બતુર-તુટીકોરગ લક ર્સિવસ (દરરોજ) * હાવડા-હરિદ્વાર સુપરફાસ્ટ (સપ્તાહમાં પાંચ દિવસ) * મછલીપટ્ટનમ-મુંબઇ સુપરફાસ્ટ (સપ્તાહમાં બે વખત) * વારાણસી-જમ્મુતાવી (દરરોજ) * ગોરખપુર-મુંબઇ સુપરફાસ્ટ (દરરોજ) * ઝાંઝા-પટણા મેમુ * નવી દિલ્હી-પાલવાલ મેમુ * નવીદિલ્હી-ગુવાહાટી રાજધાની વાયા મુઝફફરપુર (સાપ્તાહિક) * વેરાવળ-મુંબઇ લક ર્સિવસ (દરરોજ) * રાંચી-પટણા જનશતાબ્દી (દરરોજ) * ઝાંસી-છદવાડા સુપરફાસ્ટ (સપ્તાહમાં બે વખત) * મુંબઇ-જોધપુર એકસપ્રેસ (સાપ્તાહિક) * હાજીપુર-બગા લક ર્સિવસ * હાવડા-દિલ્હી લક ર્સિવસ વાયા અઝીમગંજ (સાપ્તાહિક) * સીતામઢી-દિલ્હી ગરીબરથ વાયા પટણા (સાપ્તાહિક)