ચન્દ્રશેખર : રાજનીતિના યુવાન તુર્ક

શનિવાર, 30 માર્ચ 2019 (13:50 IST)

તેમને રાજનીતિના ચાણક્ય’ તરીકે ઓળખવામાં આવે છે. યુવાન તુર્કની ઓળખ તેમની નિષ્પક્ષતાને કારણે તેમને આપવામાં આવી હતી. સુયોગ્ય નેતાઓમાં જેમની ગણના થાય છે તેવા ચન્દ્રશેખર આચાર્ય નરેન્દ્ર દેવના વ્યક્તિત્વ અને ચારિત્ર્યથી ઘણા પ્રભાવિત હતા. તેમનું વક્તવ્ય પક્ષ અને વિરોધપક્ષના સાંસદો પણ ધ્યાનથી સાંભળતા હતા. ચન્દ્રશેખર વિશે કહેવાતુ હતું કે તેઓ રાજનીતિ માટે નહી પરંતુ દેશની ઉન્નતિની રાજનીતિ માટેના કાર્યોમાં વિશ્વાસ રાખે છે.

પ્રારંભિક જીવન : ચન્દ્રશેખરનો જન્મ ૧ જુલાઈ ૧૯૨૭ ના રોજ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના ઈબ્રાહીમપુર ગામમાં થયો હતો. તેમણે ઈલાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી રાજ્યશાસ્ત્ર વિજ્ઞાનમાં અનુસ્નાતક કર્યુ હતુંજૂન ૧૯૭૫માં કટોકટી સમય દરમિયાન તેઓ જેલમાં પણ ગયા હતાં.

રાજનૈતિક જીવન : ૧૯૫૫૫૬ માં ઉત્તરપ્રદેશમાં રજ્ય પ્રજા સમાજવાદી પાર્ટીના મહાસચિવ બન્યા. ૧૯૬૨માં રાજ્યસભા માટે ચૂંટાયા હતાં. જાન્યુઆરી ૧૯૬૫ માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતાં. ૧૯૬૭માં કોંગ્રેસ સંસદીય દળના મહાસચિવ બન્યા. ૧૯૭૩૭૫ દરમિયાન તેઓ જયપ્રકાશ નારાયણ તથા તેમન આદર્શવાદી જીવન પ્રત્યે આકર્ષાઈને તેમની ખૂબ નજીક આવી ગયા હતાં. તેમણે ૬ જાન્યુઆરી ૧૯૮૩ થી ૨૫ જૂન ૧૯*૮૩ સુધી કન્યાકુમારીથી મહાત્મા ગાંધીની સમાધી રાજઘાટ સુધીની લગભગ ૪૨૬૦ કિલોમીટરની પદયાત્રા કરી હતી.

૧૯૯૦ માં વડાપ્રધાન બન્યા : વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર પડી હગયા બાદ ચન્દ્રશેખર કોંગ્રેસના ટેકાથી વડાપ્રધાન બન્યા. તેઓ ૧૦ નવેમ્બર ૧૯૯૦ થી ૨૧ જૂન ૧૯૯૧ સુધી વડાપ્રધાન રહ્યા. તેઓ ભલે ખુબ ટૂંકા ગાળા માટે વડાપ્રધાન રહ્યા હોયપરંતુ વડાપ્રધન પદની જવાબદારી તેમણે બખુબી નિભાવી હતી. તેમણે વિદેશી નાણાનું ભંડોળ હોવાના કારણે રિઝર્વ સોનાની મદદથી આ સમસ્યાથી મુક્તિ મેળવી હતી. થોડા જ સ્મયમાં રિઝર્વ સોનાનો ભંડાર છલોછલ થઈ ગયો હતો અને વિદેશી નાણાનું સ્ન્તુલન પણ વધુ સારુ થઈ ગયુ હતું.

વિશેષ : તેઓ લેખન દ્વારા પોતાના વિચારોની સશક્ત અભિવ્યક્તિ કરતા હતાં. તેમણે યંગ ઈન્ડિયા’ નામના સાપ્તાહિક સ્માચાર પત્રનું સંપાદન-પ્રકાશન માત્ર પોતાનો પત્રકારત્વનો શોખ પૂરો કરવા કર્યો હતો. તેમના તંત્રીલેખ તેઓ જાતે જ લખતા હતાજે ખુબ ગહન અને મર્મશીલ રહેતા હતાં. તેમણે 'મારી જેલ ડાયરીનામનું પુસ્તક પણ લખ્યુ છે. આ પુસ્તક સિવાય 'ડાયનેમિક્સ ઓદ ચેન્જનામનો એક સંગ્રહ પણ પ્રકાશિત થયો હતો. આ સંગ્રહમાં તેમણે દેશની અલગ અલગ છાપા-પત્રિકાઓમાં  અને 'યંગ ઈન્ડિયા'માં જે પ લખેલું તેને સમાવી લેવામાં આવેલું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર