લાલ બહાદુર શાસ્ત્રી : નાના કદના કદાવર રાજનેતા

સોમવાર, 18 માર્ચ 2019 (12:26 IST)
‘જય જવાન, જય કિસાન’નો નારો રાષ્ટ્રને આપનારાલાલા બહાદુર શાસ્ત્રી ખેડૂતોને દેશના અન્નદાતા માનતા હતાં, તો સાથે સાથે દેશના જવાનો પ્રેત્યે પણ તેમના દિલમાં અગાઢ પ્રેમ હતો. તેઓ એક પ્રસિદ્ધ ભારતીય રાજનેતા, મહાન સ્વાતંત્ર સેનાની તથા જવાહરલાલ નેહરુ અને ગુલજારીલાલ નંદા (કાર્યકારી વડાપ્રધાન) પછી ભારતના ત્રીજા વડાપ્રધાન બન્યા હતાં.
 
તેમણે દેશને સૈન્ય ગૌરવની જ ભેટ નહોતી આપી, પરંતુ દેશને હરિયાળી ક્રાંતિ અને ઉદ્યોગીકરણ તરફ આગળ વધાર્યો હતો. તેઓ અત્યંત સાદગીભર્યા તથા ઈમાનદાર રાજનેતા હતા. તેઓ ખુબ જ ગરીબ પરિવારમાંથી આવ અવતા હતાં. પ્રાથમિક શિક્ષણ માટે તેમને ગંગા નદી પાર કરીને સામેના કાંઠેથી બસમાં શાળાએ જતા હતા. તેમણે પછીથી કાશી વિદ્યાપીઠમાંથી અનુસ્નાતકનું શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતું.
 
પ્રારંભિક જીવન : લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ ૨જી ઓક્ટોબર ૧૯૦૪ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે થયો હતો. તેમના પિતાનું નામ શારદા પ્રસાદ અને માતાનું નામ રામદુલારી દેવી હતુ. તેમની પત્નીનું નામ લલિતાદેવી હતું. તેમના પિતા પ્રાથમિકવિદ્યાલયમાં શિક્ષક હતા. તેમને જ્યારે કાશી વિદ્યાપીઠમાંથી ‘શાસ્ત્રી’ની ડિગ્રી પ્રાપ્ત થઈ ત્યારે તેમણે પોતાનું જાતિસૂચક નામ ‘શ્રીવાસ્તવ’ હટાવી પોતાના નામની આગળ ‘શાસ્ત્રી લગાવી દીધુ હતું અને સમયોપરાંત ‘શાસ્ત્રી’ શબ્દ ‘લાલબહાદુર’ નામનો જાણે પર્યાય જ બની ગયો હતો.
 
રાજનૈતિક જીવન : ગાંધીજી દ્વારા શરુ કરવામાં આવેલા અસહકાર આંદોલન દરમિયાન લાલબહાદુર થોડા સમય માટે ૧૯૨૧માં જેલમાં ગયા હતાં. ગાંધીજીના અનુયાયી તરીકે તેઓ પછીથી રાજકારણમાં પરત ફર્યા હત અને કેટલીય વાર જેલમાં પણ ગયા હતાં. ત્યાર બાદ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પાક્ષમાં પ્રભાવશાળી પદ પણ ધારણ કર્યુ હતું. પ્રાંતની વિધાનસભામાં ૧૯૩૭ તથા ૧૯૪૬માં શાસ્ત્રીજી ચૂંટાઈ આવ્યા હતા. ૧૯૨૯માં તેમની નહેરુજી સાથેની મુય્લાકાત પછી તેઓ નહેરુજી સાથે ઘણા નજીક આવી ગયા હતાં. નહેરુના મંત્રીમંડળમાં તેઓને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પદ પર તેઓ સન. ૧૯૫૧ સુધી રહ્યા. ૧૯૫૧માં નહેરુજીના નેતૃત્વ હેઠળ અખિલ ભરતીય કોંગ્રેસ કમીટીના મહાસચિવ પદ પર તેમની નિમણૂંક કરવામાં આવી હતી. ૧૯૫૨, ૧૯૫૭ અને ૧૯૬૨ની ચૂંટણીઓમાં કોંગ્રેસના નેતાઓને જીતાડવા માટે તેમણે ખુબ જ મહેનત કરી હતી.
 
૧૯૬૪માં વડાપ્રધાન બન્યા : નહેરુજીના અવસાન બાદ શસ્ત્રીજી વડાપ્રધાન બન્યા. ૯મી જૂન ૧૯૬૪થી ૧૧મી જાન્યુઆરી ૧૯૬૬ સુધી તેઓ વડાપ્રધાન પદ પર બિરાજમાન રહ્યા. ‘જય જવાન, જય કિસાન’નો નારો શાસ્ત્રીજીએ જ આપ્યો હતો. તેઓ નાના કદના કદાવર નેતા હતા. ૧૯૬૫ના ભારત-પાક યુદ્ધમાં શસ્ત્રીજીના નેતૃત્વમાં ભારતે પાકિસ્તાનને ઘુંટણીયે પડવ મજબૂર કરી દીધુ હતું.
 
પુરસ્કાર અને સન્માન : તેમને સન. ૧૯૬૬માં ભારતરત્ન થી સન્માનિત કરવમાં આવેલા. લાલ બહાદુર શાસ્ત્રીના સન્માનમાં ભારતના ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટિકીટો પણ બહાર પાડવામાં આવી હતી.
 
વિશેષ : શસ્ત્રીજીને તેમની સાદગી, દેશભક્તિ અને ઈમાનદારી માટે યાદ કરવામાં આવે છે. તેમણે સરકારી ઇમ્પાલા શેવરોલે કારનો સાવ નજીવો ઉપયોગ કર્યો હતો. એક વાર તેમના પુત્ર સુનીલ શાસ્ત્રી પોતાના અંગત કામે ઇમ્પાલા કાર લઈ ગયા  હતા અને પાછા આવીને કારને ચુપચાપ મુકી દીધી હતી. શાસ્ત્રીજીને ખબર પડતા તેમણે કિલોમીટરના ૭ પૈસા લેખે થતી રકમ સરકારની તિજોરીમાં જમા કરાવી દીધી હતી. તેઓ કદી પણ પ્રજાની કાળી કમાઈનો અંગત હિતમાં દુરુપયોગ કરતા નહોતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર