રાજનૈતિક જીવન : દેશના સૌથી મોટા અને રાજનૈતિક પરિવારમાંથી આવતા રાજીવ ગાંધીને રાજકારણમાં કોઈ વિશેષ રસ નહોતો અને તેઓ એક એરલાઈન્સમાં પાયલોટની નોકરી કરતા હતા. કટોકટી સિવાય જ્યારે ઇંદિરા ગાંધીને સત્તા છોડવી પડી હતી ત્યારે તેઓ પણ થોડો સમય પરિવારની સાથે વિદેશ રહેવા ચાલ્યા ગયા હતાં. સન. ૧૯૮૦માં તેમના નના ભાઈ સંજય ગાંધીનું પ્લેન અકસ્માતમાં અકાળે અવસાન થયા બાદ રાજીવે રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. સન. ૧૯૮૧માં અમેઠી બેઠક પરથી સંસદસભ્ય બન્યા હતાં. ૧૯૮૫ થી ૧૯૯૧ સુધી તેઓ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યા હતાં.
૧૯૮૪માં વડાપ્રધાન બન્યા : તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધીની ૩૧મી ઓક્ટોબર ૧૯૮૪માં હત્યા થયા બાદ રાજીવ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતાં. જ્યારે ઇંદિરા ગાંધીની હત્યા થઈ ત્યારે રાજીવને તે જ દિવસે વડાપ્રધાન પદ પર સોગંધવિધિ કરવામાં આવી હતી થોડા દિવસો બાદ તેમને કોંગ્રેસ(આઇ) પક્ષના નેતા પણ ચુંટી કાઢવામાં આવેલા. તેઓ ૩૧મી ઓક્ટોબર ૧૯૮થી ડિસેમ્બર ૧૯૮૯ સુધી ભારતના વડા પ્રધાન પણ રહ્યા. તેમને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન”થી પણ સન્માનવામાં આવ્યા હતાં.
વિશેષ : રાજીવ ગાંધીનો કાર્યકાળ બધું મળીને મિશ્ર રહ્યો હતો. તેમને કેટલીય નવતર શરુઆતના જનક પણ માનવામાં આવે છે, જેમાં સંચાર એટલે કે સંદેશા વ્યવ્હાર ક્રાંતિ, કોમ્પ્યુટર ક્રાંતિ, શિક્ષણનો પ્રસાર, ૮ વર્ષના યુવાનોને મતાધિકાર, પંચાયતી રાજ જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેમણે અમુક જોખમી પરંતુ સાહસિક પગલાં પણ લીધા હતાં જેમાં આસામ સમજૂતી, પંજાબ સમજૂતી, મિઝોરમ સમજૂતી, શ્રીલંકામાં શાંતિ સેના મોકલવા જેવા પગલાંનો સમાવેશ થાય છે.