કોણે ખબર હતી કે એક દિવસ નરેન્દ્ર બનશે પીએમ - વિશેષ રિપોર્ટ

બુધવાર, 17 સપ્ટેમ્બર 2014 (11:01 IST)
. આજે નરેન્દ્ર મોદી 64 વર્ષના થઈ ગયા છે. આ વખતે તેઓ પોતાનો જન્મદિવસ એક પ્રધાનમંત્રીના રૂપમા મનાવશે.  કોણે વિચાર્યુ હતુ કે એક સાધારણ પરિવરમાં આવતોયુવક પીએમ પદ સાચવશે. કોણે વિચાર્યુ કે એક સાધારણ પરિવારના યુવક પીએમ પદ સાચવશે. પાર્ટીની અંદર જ ભારે વિરોધનો સામનો કરી રહેલ મોદીના વ્યક્તિત્વ પર રજૂ કરી રહ્યા છે વિશેષ રિપોર્ટ 
 
દર્દ સમજવાની તાકત વ્યક્તિને મહાન બનાવે છે. મોટા લક્ષ્ય માટે લોકો નાની નાની ખુશીઓ કુરબાન કરી દે છે. શુ ખબર આ જ કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર અમ્દોઈએ પ્તોઆન પ્રશંસકોને તેમનો જન્મદિવ ઉજવવાને બદલે પૂર પીડત જમ્મુ કાશ્મીરના લોકો તરફ મદદના હાથ વધારવા કહ્યા છે. તેમને ટ્વીટ કર્યુ 
 
Narendra Modi @narendramodi મારી સર્વને પ્રાથના છે કે મારો જન્મદિવસ ન ઉજવવામાં આવે અને આપણે સૌ મળીને જમ્મુ કાશ્મીરના આપણા ભાઈ બહેનોનોએ તન મન ધનથી મદદ કરો. 
 
ભારતના પ્રધાનમંત્રીના રૂપમાં નરેન્દ્ર મોદી લગભગ ચાર મહિનાનો સમય વિતાવી ચુક્યા છે. આ દરમિયાન તેમણે એ આશાઓ પર ખરા ઉતરવાની પુર્ણ કોશિશ કરી જે માટે લોકોએ તેમને ભારે બહુમતથી જીતાવીને દિલ્હી મોકલ્યા છે. વિકટ હાલતમાં જઈ ચુકેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી સહેલી નહોતી. કડક નિર્ણયો સમયની માંગ હતી. પ્રધાનમંત્રીએ સસ્તી લોકપ્રિયતાની તરફ ન જઈને આ તરફ વધવાનો નિર્ણય કર્યો.  
 
 

15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પ્રથમ ભાષણમાં યોજના આયોગને ખતમ કરવાનો સંકેત આપીને સ્પષ્ટ કરી દીધુ કે ચૂંટણીના વચનો ફક્ત વચનો જ નહોતા. તેઓ મોટા નિર્ણયો માટે તૈયાર છે.  
 
લાલ કિલ્લાની પ્રાચીર પર પહોંચીને નરેન્દ્ર મોદીની અસાધારણ યાત્રા એક મુખ્ય પડાવ પર પહોંચી ચુકી છે. જે વરસો પહેલા ગુજરાતના વડનગરથી શરૂ થઈ હતી. આ જ કારણ છે કે લાલ કિલ્લાથી આપેલ પ્રથમ ભાષણમાં જન જનની ચિંતા સ્વસ્થ ભારત સ્વચ્છ ભારતની ચિંતા સૌથી ઉપર હતી.  

એમા કોઈ શક નથી કે મોદીએ ભારતીય રાજનીતિમા એ ઐતિહાસિક અધ્યાય લખ્યો છે જેનો એક એક શબ્દ નરેન્દ્ર દામોદર દાસ મોદીના સંઘર્ષનો દસ્તાવેજ છે. શપથ સમારંભની સાથે જ નરેન્દ્ર મોદીએ બતાવી દીધુ કે તેઓ નવો ઈતિહાસ બનાવવા આવ્યા છે. જેમા દુનિયાના મંચમાં ભારતની નવી છવિનુ નિર્માણનો સમાવેશ છે. સાર્ક દેશોના તમામ મુખિયા શપથગ્રહણમાં હાજર હતા. જ્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાજ શરીફે મોદીના શપથ ગ્રહણમાં ભાગ લેવાનુ આમંત્રણ સ્વીકાર્યુ તો ઔપચારિક રીતે પીએમ બનતા પહેલા જ મોદીના હાથમાં  એક મોટી કૂટનીતિક જીત આવી ચુકી હતી. 
 
મોદી સરકારે જ્યારે પાકિસ્તાનની તરફ દોસ્તીનો હાથ વધાર્યો તો વિરોધીઓએ કથની અને કરનીનો મુદ્દો ઉછાળીને આલોચના કરી. પણ પાકિસ્તાન પર બીજો મોટો નિર્ણય લઈને તેમણે સ્પષ્ટ કરી દીધુ કે દોસ્તી ભારતના હિતોની કિમંત પર નહી થાય. વારેઘડીએ યુદ્ધવિરામનુ ઉલ્લંઘન આતંકવાદીઓનુ સમર્થન અને કાશ્મીરના અલગતાવાદી નેતાઓની પાકિસ્તાના ઉચ્ચાયુક્ત સાથે વાતચીતે આ સખત સંદેશ આપવા મજબૂર કરી દીધા. ઓગસ્ટમાં ભારતના સચિવ સ્તરની વાતચીત રદ્દ કરી દીધી. 
 
 

પણ દુનિયાના બાકી દેશો સાથે સંબંધો નવી ઊંચાઈ પર લઈ જઈને નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વનેતાનુ કદ આપવાની શરૂઆત કરી દીધી. જેની શરૂઆત ભૂતાનની યાત્રાથી તહી. ઓગસ્ટમાં& 17 વર્ષ પછી દ્વિપક્ષીય વાર્તા માટે કોઈ ભારતીય પ્રધાનમંત્રી નેપાળ પહોંચ્યા. સાર્ક દેશોની સાથે સંબંધો મજબૂત કરવાની નરેન્દ્ર મોદીના આ વિચાર ત્યારે સ્પષ્ટ થઈ ગયા જ્યારે તેઓ  PSLV C-23ના લોંચના સાક્ષી બનવા માટે ઈસરોના શ્રીહરિકોટા સેંટર પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીએ વૈજ્ઞાનિકો સાથે સાર્ક દેશો માટે સેટેલાઈટ બનાવવાનુ કહ્યુ હતુ.૱ 
 
થોડાક જ દિવસમાં નરેન્દ્ર મોદીએ સાર્ક દેશો માટે મદદગાર સાથી દુનિયાના મોટા દેશોની સાથે કદમ મિલાવીને ચાલનાર દેશના રૂપમાં ભારતની છબિનું નિર્માણ કર્યુ. ભારતે અમેરિકી દબાણ છતા WTO પ્રોટોકોલનુ સમાથન કરવાનો સ્પષ્ટ ઈંકાર કરી દીધો. આ પહેલા નરેન્દ્ર મોદી બ્રાઝીલમાં થયેલ બ્રિક્સ સંમેલનમાં બ્રિક્સ બેંકની સ્થાપનામાં મુખ્ય પાત્ર ભજવ્યુ. ભારત બ્રિક્સ બેંકનુ અધ્યક્ષ બન્યુ. બીજી બાજુ જાપાનના પ્રવાસ પર પ્રધાનમંત્રી એક એવા રાજનેતાના રૂપમાં સમએ આવ્યા જે સંબંધોની નવી ઈબારત લખી રહ્યા હતા. અહી ટીસીએસના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેઓ જાપાની પરંપરાના મુજબ ડ્રમ વગાડતા જોવા મળ્યા. 

જાપાનના પ્રવસમાં તેમણે મેક ઈન ઈંડિયાનુ વિઝન પણ સામે મુક્યુ. જાપનાને સંદેશ આપ્યો કે જાપાન ભારત વગર અધુરુ છે. તો ભારત જાપાન વગર. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ મીડિયાથી સમજી વિચારીને અંતર રાખ્યુ પણ જનત સાથે સંવાદ સ્થાપિત કરવાની નવી રીત શોધી. શિક્ષક દિવસ પર મોદીએ બાળકો સાથે વાતચીત કરી પણ એ દર્શાવે છે કે મોદી જ્યારે આવુ કહી રહ્યા હતા તેમા ઘમંડ નહોતો.  પણ સપનાને સત્ય કરવાની સફળતા ઉભી થઈ સોમ્યતા હતી. લોકસભા ચૂટણીમાં જીત પછી સોમ્યતા અનેકવાર જોવા મળી છે. 
 
 


શરૂઆતમાં જ સંસદ ભવનની સીડિયો પર માથુ નમાવીને મોદી પોતાની Tryst with destiny ને અમર કરી દીધી. સંસદના ઐતિહાસિક સેંટ્રલ હોલમાં બીજેપી સંસદીય દળના નેતા પસંદ થયા બાદ મોદીના ભાવુક વ્યક્તિત્વ પણ જોવા મળ્યુ. 
 
પણ ચાર મહિના પાછળ જઈએ તો આપણે ભારતના ઈતિહાસની એવી પણ ચૂંટણી જોવા મળશે જેમા પોતાનુ નામ નોંધાવવા માટે મોદીએ દરેક અવરોધને ઉખાડી ફેંક્યો. આ ચૂંટણીમાં મોદીનો ચેહરો હતો.. મોદીની શુભંકર અને મોદી જ બ્રાંડ. દેશભરમાં લગભગ સાઢા ચારસો રેલીયો. ત્રણ લાખ કિલોમીટરથી વધુ અંતર કાપીને મોદીએ સ્પષ્ટ કરી દીધુ કે તેમની નજર ફક્ત લક્ષ્ય પર છે. મોદીએ દેશના ખૂણા ખૂણામાં કાર્યકર્તાઓ અને વોટર બંનેમાં એક નવો જોશ ફૂક્યો.   

2014માં મોદી ખુદની જ રિ-બ્રાંડિગ કરી અને વિકાસનો નારો બનાવી દીધો. પરિણામોએ સાબિત કરી દીધુ કે મોદીનો અતીત ઈતિહાસ બની ચુક્યો છે. લોકોએ આવા વ્યક્તિ પર વિશ્વાસ કર્યો છે જેમને બીજેપીને દસ વર્ષનો વનવાસમાંથી કાઢ્યો છે. અને પાર્ટીને ઐતિહાસિક 282 સીટો અપાવી છે. આ દેશમા6 મોદીવાદની દસ્તક છે. 
 
 
આ પહેલા જરા યાદ કરો લગભગ 12 વર્ષ પહેલાનો સમય. ગોવામાં બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક્ વાજપેયી મોદીને મુખ્યમંત્રીની ખુરશી પરથી હટાવવા માંગતા હતા પણ અડવાણીજી અડી ગયા કે આવુ ન થવુ જોઈએ. અને ઠીક અગિયાર વર્ષ પછી જ્યારે ગોવામાંજ બીજેપી રાષ્ટ્રીય કાર્યકારિણી ફરીથી મળી તો સૌથી મોટો એજંડા મોદીને 2014ના ચૂંટ્ણી માટે પ્રચાર સમિતિની કમાન નરેન્દ્ર મોદીના હાથમાં આપવાની હતી. 
 
મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવનઓ મંચ સપ્ટેમ્બર 2013માં સજી ચુક્યો હતો. જ્યારે સંઘ પ્રમુખ મોહન ભાગવતે અડવાણી અને સુષમા સ્વરાજને કહ્યુ કે ઘોષણા કરવામાં મોડુ કરવુ યોગ્ય નથી. ખાસ કરીને જ્યારે 4 મુખ્ય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માથા પર હોય.   
 
જો કે જ્યારે મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા તો એકતાની તસ્વીર રજૂ કરતા બીજેપીના બધા દિગ્ગજો એક મંચ પર જોવા મળ્યા. બસ અડવાણી જ દેખાયા નહોતા. તેમણે કે વિરોધ પત્ર પણ મોકલ્યો. પણ બીજેપી અડ્વાણી યુગથી આગળ નીકળી ચુકી હતી. લોકસભા ચૂંટણીમાં બીજેપીની અભૂતપૂર્વ સફળતાથી આ સાબિત થઈ ચુક્યુ છે. 

વેબદુનિયા પર વાંચો