દરેક પૂનમનાં દિવસે બે લાખથી ત્રણ લાખની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચૌદ કિલોમીટર સુધી ઉઘાડાપગે ચાલીને પવિત્ર પર્વતની પરિક્રમા કરે છે અને વર્ષમાં એક વખત દસથી પંદર લાખ શ્રદ્ધાળુઓ આ પર્વત ઉપર કાર્તિગઇ દીપમ (દિવ્ય જ્યોતિ) પ્રજ્જ્વલિત કરે છે. હિન્દૂ ધર્મનાં મહત્વપૂર્ણ તહેવારોમાંથી એક તહેવાર ‘શિવરાત્રિ’નું અસ્તિત્વ આ સ્થળથી પ્રકાશમાં આવ્યું છે.
આ મંદિર છે શ્રી અરૂણાચલેશ્વર મંદિર જેને તામિલ ભાષામાં તિરૂ અન્નામલૈયર નામથી પણ ઓળખવામાં આવે છે. 2665 ફૂટ ઊંચા પર્વતને સાક્ષાત શિવનું સ્વરૂપ માનવામાં આવે છે.
વેબદુનિયા સમૂહની આ ધર્મ યાત્રાની શ્રૃખલામાં અમો તમારી સમક્ષ સદીઓ જૂનું મંદિર અને વિશાળકાય પર્વત લઇને આવી રહ્યાં છીએ, જે તિરૂવન્નામલાઇ નામના વિસ્તારમાં છે. લાખો શ્રદ્ધાળુઓ અહીં મુક્તિ મેળવવા વિશેષ પ્રસંગ પર ભેગા થાય છે. શ્રી અરૂણાચલેશ્વર મંદિર ભગવાન શિવનાં પંચભૂત ક્ષેત્રોમાંથી એક છે તેને અગ્નિ ક્ષેત્રનાં રૂપમાં પણ સન્માન આપવામાં આવે છે. (જ્યારે કાંચી અને તિરૂવરૂવરને પૃથ્વી,ચિદંબરમને આકાશ, શ્રી કલષ્ટીને વાયુ અને તિરૂવનિકાને જળ ક્ષેત્ર માનવામાં આવે છે.
W.D
W.D
મહાશિવરાત્રી - શિવપુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્માને પોતાની શક્તિનો પરિચય કરાવવા માટે આ સ્થાન પર પ્રભુ શિવે અખંડ જ્યોતિ સ્થાપિત કરી હતી. એક વખત ભગવાન વિષ્ણુ અને બ્રહ્માં વચ્ચે પોતાની શ્રેષ્ઠતાને લઇને વિવાદ ઉઠ્યો. તેઓ ભગવાન શિવ પાસે પહોંચ્યા અને આ તથ્યની પુષ્ટિ કરવા ઇચ્છી. શિવે તેઓની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો. તેમણે આ સ્થળે અખંડ જ્યોતિ સ્થાપિત કરીને બંને સમક્ષ શરત રાખી કે જે વ્યક્તિ પહેલા તેનો આરંભ કે અંત શોધી લાવશે તે શ્રેષ્ઠ થશે.
ભગવાન વિષ્ણુએ વરાહ અવતારમાં જમીન ખોદીને શિવનાં અંત (પગનો અંગૂઠો)ની તપાસ કરવા જમીનમાં સમાયા અને ભગવાન બ્રહ્મા હંસનું રૂપ લઇને તેમનું આરંભ સ્વરૂપ (શીશ) શોધવા આકાશમાં ચાલ્યા. તેમણે ઘણા પ્રયાશ કર્યા પરંતુ બંને શિવનો આરંભ તથા અંત શોધવામાં અસફળ રહ્યાં.
અંતે વિષ્ણુ પોતાની હાર માનીને પરત ફર્યા. બીજી બાજુ બ્રહ્મા જ્યારે થાક્યા ત્યારે તેમને આકાશમાંથી પૃથ્વી પર પડતું એક ફૂલ મળ્યું. ફૂલને પૂછતા જાણવા મળ્યું કે તે ભગવાન શિવનાં વાળમાંથી ઘણા યુગ પહેલા પડ્યું હતું.
W.D
W.D
બ્રહ્માને એક યુક્તિ સુજી અને તેમણે ફૂલને પ્રાર્થના કરી કે તે શિવને ખોટું બોલે કે બ્રહ્માએ તેમનો આરંભ એટલે શીશ જોયું છે. ખોટું સાંભળીને શિવને ગુસ્સો આવ્યો અને તેમણે સ્વર્ગથી ધરતી સુધી અગ્નિ સ્તંભ સ્થાપિત કર્યો આ સ્તંભની ભીષણ ગરમીથી સ્વર્ગ અને ધરતી પર નિવાસ કરતા પ્રાણીઓ ઘભરાઇ ગયા. ઇંદ્ર, યમરાજ, અગ્નિ, કુબેર અને આઠ દિશાઓનાં પાલક પ્રભુ શિવનાં ચરણોમાં પડ્યા અને તેમને પોતાનો ક્રોધ શાંત કરવા વિનંતી કરી. શિવ તેમની પ્રાર્થનાથી પીગળી ગયા અને સ્વયંને અખંડ જ્યોતિનાં રૂપમાં સમાવી લીધા. આ ઘટના બાદ અહીં મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે.
લિંગોત્ભવ -
W.D
W.D
યુગો પછી આ અગ્નિ શાંત થયો અને વર્તમાનમાં શ્રી અરૂણાચલેશ્વર રૂપમાં અહીં સ્થાપિત થયો. આ વાતનું પ્રમાણ અહીંનો પવિત્ર પર્વત છે. અહીં સ્થાપિત લિંગોત્ભવ નામની મૂર્તિમાં શિવને અગ્નિ રૂપમાં, વિષ્ણુને તેનાં ચરણો પાસે વરાહ રૂપમાં અને બ્રહ્માને હંસનાં રૂપમાં તેમના મસ્તક પાસે આકાશથી પડતુ ફૂલવાળુદ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે. આ દ્રશ્યને બધા શિવ મંદિરોમાં ગર્ભગૃહ પાછળની દીવાલ પર અંકિત કરવામાં આવ્યું છે.
આ કારણે દર પૂનમમાં આ સ્થળે હજારો-લાખો શ્રદ્ધાળુઓ શિવની આરાધના કરવા ભેગા થાય છે. આ પર્વતની ચારેય તરફ તમોને અનેક નંદી દેવ પર્વતની તરફ મુખ કરીને જોવા મળશે કારણ કે આ પર્વતમાં શિવે પોતાને લિંગ રૂપમાં સ્થાપિત કર્યાં છે. પૌરાણિક દ્રષ્ટિએ આ પર્વત પ્રાચીન પર્વતોમાંથી એક માનવામાં આવે છે.
શ્રદ્ધાળુઓ અને ભક્તોની પ્રાર્થના પર શિવે સ્વયંને આ મંદિરમાં લિંગ રૂપમાં સ્થાપિત કર્યા છે, જેથી તેના ભક્તો તેમના દર્શન કરી શકે. ચોલ વંશના સમયમાં આ મંદિર આ વિસ્તારમાં હતું અને અહીંથી પર્વતનાં રસ્તામાં 'આદિ અન્નામલૈયર' મંદિર પણ આવતું હતું. પર્વત સુધી પહોંચવાનાં રસ્તામાં ઇંદ્ર, અગ્નિદેવ, યમ દેવ, નિરૂતિ, વરૂણ, વાયુ, કુબેર અને ઇશાન દેવ દ્વારા પૂજા થતી એવી આઠ શિવલિંગોની સ્થાપના છે.
W.D
W.D
આ મંદિરમાં ઉઘાડા પગે જવાથી કોઇ પણ વ્યક્તિ પોતાના પાપોથી છુટકારો મેળવીને મુક્તિ મેળવી શકે છે. ભારતનાં દરેક ખૂણેથી બાળકો, યુવાઓ અને વૃદ્ધો પોતાનાં પાપને ધોવા માટે અહીં આવે છે. શ્રી રામન્ના મહર્ષિ અનુસાર જો તમે આ પવિત્ર સ્થળ વિશે વિચારશો તો તમે અહીં જરૂર પહોંચી જશો. આવું જ સંત શેષધારી સ્વામીમંગલનું પણ માનવું છે અહીં આવીને આગંતુકો જીવન ભરનાં સુખનો અનુભવ મેળવે છે.
કેવી રીતે જવું - રોડ માર્ગઃ ચેન્નઇથી આ સ્થળ 187 કિલોમીટર દૂર છે. અહીં તમે બસ અથવા ટેક્સી દ્વારા આવી શકો છો. રેલ માર્ગઃ રેલ માર્ગથી તમારે ફરીફરીને આવવું પડશે. અહીં આવવા ચેન્નઇથી ટિંડીવનમ અથવા વિલ્લુપુરમ પહોંચીને ત્યાંથી તિરૂવન્નામલાઇ માટે રેલ અથવા બસ પસંદ કરવી પડશે. હવાઇ માર્ગઃ ચેન્નઇ એર પોર્ટથી તિરૂવન્નામલાઇનું અંતર 175 કિલોમીટર છે.
W.D
W.D
શબ્દાર્થ (Glossary): કાર્તિગઇ દીપમઃ તામિલ મહિનો કાર્તિગઇ દરમિયાન આ પર્વત પર પ્રગટાવવામાં આવતી દિવ્ય જ્યોતિ અર્ણ્ણમઃ હંસ, ખુબસૂરત પક્ષી દૂધનું દૂધ અને પાણીનું પાણી અલગ કરવાની ક્ષમતા રાખે છે.
થઝંબૂઃ શિવના શ્રાપનાં કારણે આ ફૂલનો પૂજામાં ઉપયોગ નથી કરવામાં આવતો.