વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનું હાર્દિકને વેલકમ, પોલીસને ચેતવણી

બુધવાર, 18 જાન્યુઆરી 2017 (09:50 IST)
હાર્દિક પટેલ પોતાના છ મહિનાના વનવાસ બાદ ગુજરાતમાં પ્રવેશ્યો છે. ગુજરાતની રતનપુર બોર્ડ ઉપર હાર્દિક પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલની એન્ટ્રી સાથે જ વિવિધ નેતાઓ હાર્દિકને આવકારે છે. ગુજરાતના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ પણ હાર્દિક પટેલને આવકાર્યો છે. હાર્દિક પટેલને આવકારતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલને હું વેલકમ કરું છું અને પોલીસને ચેતવણી આપું છું કે તેની સભા-રેલીમાં ભાજપના ઇશારે સળી કરવાથી દૂર રહે. પોલીસને ચેતવણી આવતા તેમણે જણાવ્યું હતું કે, હાર્દિકની રેલી કે શોભાયાત્રામાં ક્યાય પણ ધાંધલ ધમાલ જાણી જોઈને ન કરે. જેમ ચાલતું હોય તેમ ચાલવા દેવાનું ભલે ગમતું હોય તે ન ગમતું હોય. આ ઉપરાંત શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન મોદી ઉપર પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, મહાત્મા મંદિર મોદી મંદિર કહેવાય તો નવાઇ નહીં. વાઇબ્રન્ટ 2017ના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. એરપોર્ટને કોઇ કારણ વિના જ સજાવ્યું હતું. રૂ.500 કરોડનો ખર્ચ કરી ભાજપનો પ્રચાર કરાયો છે. સરકાર વાઇબ્રન્ટ ગુજરાતના ખર્ચનો હિસાબ આપે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટમાં રસોઈ માટે મુંબઈના રસોઇયા એ ગુજરાત માટે મજાક સમાન છે. વાઇબ્રન્ટમાં રૂ.6 હજારની ગુજરાતી ડિશ પિરસવામાં આવી હતી. વાઇબ્રન્ટમાં કરવામાં આવેલી જાહેરાત હંબક છે એક મહિનામાં 10 લાખ બેકારોનો વધારો થયો છે. ગાડીઓ અને ફાઇવસ્ટાર હોટેલના ખર્ચા પ્રજા સમક્ષ મુકવા જોઈએ. ભારતીય જનતા પાર્ટી નહીં, પરંતુ ભારતીય જુઠ્ઠાણાં પાર્ટી હોવાનું વાઘેલાએ જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો