પાવર ઓફ પાટીદાર ફિલ્મને લઈને કોંગી ધારાસભ્ય રાઘવજી પટેલે સેન્સર બોર્ડ પર પ્રહારો કર્યાં

સોમવાર, 1 ઑગસ્ટ 2016 (14:08 IST)
પાટીદાર સમાજમાં એકતા અને સંગઠન મજબૂત બને તે માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે. ત્યારે સેન્સર બોર્ડે ભરેલું આ પગલું તદન ગેરબંધારણીય છે. તેવો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલે કર્યો છે. રાઘવજી પેટેલે જણાવ્યું છે કે, સેન્સર બોર્ડનું પગલું તદ્દન ગેરબંધારણીય છે. પરંતુ આર.એસ.એસ. ના વાજિંત્ર તરીકે કામ કરતા આ સેન્સર બોર્ડ બંધારણે આપેલ મૂળભૂત અધિકારોનો ખ્યાલ રાખ્યા વગર એકતરફી નિર્ણય કરેલ છે. હકીકતમાં બંધારણની કમળ ૧૭(૧)ક માં ભારતના તમામ લોકોને વાની સ્વાતંત્ર્ય તેમજ પોતાની અભિવ્યક્તિ પ્રદર્શિત કરવાના અબાધિત અધિકારો ભારતના બંધારણમાં મૂળભૂત હકો તરીકે સ્વીકારવામાં આવેલ છે. જેથી સેન્સર બોર્ડ આવું કૃત્ય કરી શકે નહિ. અને સેન્સર બોર્ડનું કામતો માત્ર ફિલ્મોને કમાસમાં વર્તનકરણ કરીને તેને ક્લાસ પ્રમાણે સર્ટીફીકેટ આપવાનું છે. નહિ કે ફિલ્મને રદ્દ કરીને તેને પ્રદર્શિત થતી રોકવાનું. પંજાબ રાજ્યના સમાન જીવનના દુષણો પર બનેલ ફિલ્મ 'ઉડતા પંજાબ' ફિલ્મ સામે સેન્સર બોર્ડના આવા નિર્ણય સુપ્રીમ કોર્ટે રદ્દ કરેલ છે. તે સેન્સર બોર્ડ કેમ ભૂલી જાય છે? ગુજરાતમાં થયેલા પાટીદાર આંદોલન તો આપણને સૌને યાદ જ હશે. ૨૦૧૫માં આ હેડ લાઈનમાં રહ્યા છે. પાટીદારોના આ શક્તિ પ્રદર્શન અને પાસના કન્વીનર Hardik Patel પરથી બનેલી આ ફિલ્મને પડદા પર જોવા માટે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. 'પાવર ઓફ પાટીદાર' શીર્ષકથી આ ગુજરાતી ફિલ્મ બની હતી. પરંતુ પણ સેન્સર બોર્ડે એક બે કટ કાપવાની સુચના આપ્યા વગર આખી ફિલ્મને જ કટ કરી નાંખી છે અને આ ફિલ્મને રિલીઝ માટે યોગ્ય ગણાવી નથી. સેન્સર બોર્ડે આ ગુજરાતી ફિલ્મમાં અસલી નામનો ઉપયોગ કરવા સહીત ઘણી વાતોને જોતા તેને મંજુરી નહિ આપવાનો ઇનકાર કર્યો છે. પાવર ઓફ પાટીદારના નિર્માતાઓને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડનો નિર્ણય જણાવી દેવામાં આવ્યો છે. 

વેબદુનિયા પર વાંચો