પાટીદાર અનામત આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાનું શંકરસિંહ વાઘેલાએ કબૂલ્‍યું

શુક્રવાર, 27 નવેમ્બર 2015 (10:04 IST)
ગુજરાતમાં આનંદીબેનથી માંડીને પીએમ મોદીને ચિંતામાં નાખનારુ અનામત આંદોલન છેવટે કોઈ મોટી પાર્ટીના પીઠબળથી ચાલ્યુ હોવાનુ સાબિત થઈ ગયુ છે. જુલાઈમહિનાથી શરૂ થયેલું રાજયવ્‍યાપી પાટીદાર અનામત આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાના ભાજપ અને સરકારના આક્ષેપોને પરોક્ષપણે કોંગ્રેસનું સમર્થન મળ્‍યું છે. વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસ દિગ્‍ગજ શંકરસિંહ વાઘેલાએ કબૂલ્‍યું છે કે, આંદોલન દરમિયાન તેમણે હાર્દિકને માર્ગદર્શન આપ્‍યું હતું.
 
   એક સ્‍થાનિક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં શંકરસિંહ વાઘેલાએ બાબતની કબૂલાત કરતાં ખાસ ઉમેર્યું હતું કે, તેમણે હાર્દિક પટેલને માત્ર માર્ગદર્શન આપ્‍યું હતું. સિવાય તેને કોઈપણ પ્રકારની સહાય કે મદદ કરી નહોતી.
   પાટીદાર અનામત આંદોલનના કારણે રાજય સરકાર જે પ્રકારે ભીંસમાં મુકાઈ ગયેલી તેના કારણે કરોડો રૂપિયાનું આર્થિક પેકેજ તો જાહેર કરવું પડ્‍યું પરંતુ સામે આવી રહેલી સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી હારના ભયે પાછી ઠેલવાનો પ્રયાસ કર્યો હતો. હાઈકોર્ટની દરમિયાનગીરી અને આકરા વલણના કારણે તાબડતોબ ચૂંટણી યોજવી પડી. ચૂંટણી પ્રચારમાં મુખ્‍યમંત્રી સહિત વિવિધ મંત્રીઓ, ધારાસભ્‍યો અને ભાજપના નેતાઓએ પાટીદારોના રોષનો ભોગ બન્‍યા છે. સમયે ભાજપ અને સરકાર બંનેએ વારંવાર એવા આક્ષેપ કર્યા હતા કે, પાટીદાર આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. વળી, સુરત અને અમદાવાદમાં હાર્દિક સહિતના પાસના નેતા પર રાષ્ટ્રદ્રોહના ગુના નોંધ્‍યા તેના સમર્થનમાં જે પુરાવા એકત્રિત કર્યા તેમાં કોંગ્રેસનો ઉલ્લેખ થયો. હાર્દિક પટેલે આંદોલનની ચરમસીમા સમયે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ અને શંકરસિંહ સાથે વારંવાર ફોન પર વાત કરી હોવાના પુરાવા મળ્‍યા હતા.

વેબદુનિયા પર વાંચો