પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામેલા શ્વેતાંગના પરિવારને 4 લાખની સરકારી સહાય

શનિવાર, 27 ઑગસ્ટ 2016 (12:40 IST)
ગઈ કાલે પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવાન શ્વેતાંગ પટેલના પરિવાર જનોને સરકારી સહાય રૂપે 4 લાખ રૂપિયા ચુકવવામાં આવ્યાં છે. આ રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચુકવવામાં આવી છે. ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રી મંત્રી વલ્લભ કાકડિયાએ શ્વેતાંગના ઘરે જઈને તેમના પરિવારજનોને આ સહાય આપી હતી. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ કસ્ટડીમાં તબિયત લથડતા શ્વેતાંગનું મોત થયું હતું. પાટીદાર આંદોલન વિશે નાયબ મુખ્યંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનને એક વર્ષ થયું છે અને ગુજરાતે ઘણું ગુમાવ્યું છે. વિપક્ષ અને કેટલાક તત્વોએ વર્ગ વિગ્રહ ફેલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને ગુજરાતની પ્રજાએ સફળ થવા દીધો નથી. વાટાઘાટો માટે સરકારનું મન ખુલ્લું છે અને પાસ તરફથી ચિરાગ પટેલ અને એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ વાટાઘાટો માટે સંમત છે.

વેબદુનિયા પર વાંચો