PAASના 80 કન્વિનર નેતાઓ વિશે હાર્દિક પટેલનો ઘટસ્ફોટ

શનિવાર, 7 ઑક્ટોબર 2017 (13:14 IST)
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે આજે શનિવારે મોટો ઘટસ્ફોત કરતાં પોતાના ફેસબુક પર લખ્યુ છે કે અનામત આંદોલન સાથે જોડાયેલા 80 કન્વીર નેતાઓ ભાજપ સરકાર  સાથે ભળીને લોલીપોપ પેકેજ લઇ ગયા છે. હવે આ કન્વિનરો હાર્દિક પટેલ અને અનામત આંદોલન વિરૂદ્ધ વીડિયો કેમ્પેઇન ચલાવશે. આ સિવાય સિંગાપોરમાં ભાજપ દ્વારા 22 વીડિયો તૈયાર કરાયા છે જે પાટીદાર આંદોલન રાજકીય રીતે ચાલતુ હતુ તેવુ દર્શાવશે. આ વીડિયો આગામી સમયમાં ટીવી અને સોશિયલ મીડિયામાં પણ ફરતા થશે.
 મેરા ન્યૂઝ વેબસાઈટ ના એક રીપોર્ટ પ્રમાણે અનામત આંદોલનનો વિરોધ કરી રહેલા રાજકીય પક્ષે આંદોલનકારીઓ સાથે લોલીપોપ પેકેજની સમજૂતી કરી લીધી છે. છેલ્લાં બે દિવસથી લોલીપોપ પેકેજ પેકેટની શોદાબાજી ચાલતી હતી. જેમાં કોર્ટના સાક્ષી બનેલા આંદોલનકારી નેતાને જ આ લોલીપોપ પેકેજની જવાબદારી સોંપવામાં આવી છે. લોલીપોપ પેકેજ એ એવું પેકેજ છે કે તેમાં સરકાર સાથી ત્રણ પ્રકારની સમજૂતી કરીને ઓકાત પ્રમાણે પેકેટ લેવાના થાય છે. જેમાં સરકારે હમણા આપેલા નવા પેકેજનો ઉગ્ર વિરોધ ન કરવો. સરકારી પેકેજને લોલીપોપ ન કહેવું.

લોલીપોપ પેકેજમાં 80 આંદોલનકારી એવા કન્વીનર નેતાઓ આવીને પેકેજનો લાભ લઈ ગયા છે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના નેતાઓનો સમાવેશ થાય છે. હવે સૌરાષ્ટ્રના નેતાઓનું લોલીપોપ ઓપરેશન હાથ ધરવામાં આવશે પછી સુરત હશે. ઉત્તર ગુજરાતમાં લોલીપોપ ઓપરેશન થયા પછી વિજાપુરમાં ભાજપની પ્રથમ બેઠક શુક્રવારે આનંદીબેને કરી છે. વિજાપુરમાં ભાજપના નેતાઓ જઈ શકતા ન હતા ત્યારે ત્યાં જાહેર સભા ભાજપે કરી છે. જ્યા એક વર્ષ પહેલા દશેરાએ રાવણનું અપહરણ થયું હતું.

જે લોલીપોપ પેકેજનો લાભ લઈને પેકેટ લઈ ગયા છે તેમણે ગળે ભાજપનો કેસરી ખેસ પહેરાવીને ફોટોગ્રાફી કરીને વિડિઓ ઉતારવો ફરજિયાત છે. આ વિડીયો શુટિંગમાં બોલવાનુ છે કે પાટીદારોને અનામત મળી શકે તેમ નથી. 50%થી વધારે અનામત આપવી તે ગેરબંધારણીય છે. આ આંદોલન રાજકીય પક્ષના ઈશારે ચાલતું આંદોલન છે. જે રીતે રાજ્યસભાની ચૂંટણી વખતે ઓપરેશન પાર પડાયું હતું તે જ પેટર્નથી લોલીપોપ ઓપરેશન હાથ ધરાયું છે. જે આંદોલનકારી બહાર આવીને નેતાઓ સામે બોલે તેને વજનદાર પેકેટ આપવામાં આવે છે.

આનંદીબેને રુ. એક હજાર કરોડનું પેકેજ અને 10% અનામત આપવામાં આવી હતી છતાં તેને લોલીપોપ કહીને આનંદીબેનની સરકારને મશ્કરીરુપ બનાવીને સમગ્ર રાજ્યમાં લોલીપોપ વહેંચવાનું આંદોલન છેડી દેવામાં આવ્યું હતું. વિજય રૂપાણીની ડમી સરકારે રૂ. 500 કરોડનુ જ પેકેજ ઓફર કર્યું હોવા છતાં તેને લોલીપોપ પેકેજ કહેવામાં આવતું નથી. લોલીપોપ વેચનારા કેટલાંક નેતાઓ હવે લોલીપોપ પેકેજ પોતે પેકેટના રૂપમાં લઈ રહ્યા છે. તેઓ સરકાર સામે બિલાડી પગે ચાલી રહ્યાં છે. ભાજપ કોઈપણ ભોગે ચૂંટણી જીતવા માંગે છે. તે કોંગ્રેસના ધારાસભ્યોને કરોડો રૃપિયા આપીને ખરીદ કર્યા છે સ્પષ્ટ કરે છે. આ કેસરિયા પેકેટ તો નાના છે. 
હવે પાટીદાર અનામત માંગનારા નેતાઓ બહું ઓછા બચ્યા છે. જે બચ્યા છે તે જાહેરમાં લડશે. કરોડોની જાહેરાત સરકારે હમણા પેકેજ જાહેર કર્યું છે તેની જાહેર આભાર માનતી પાટીદારોની જાહેરાત અખબારોમાં કરોડોના ખર્ચે બિલ્ડરો પાસેથી છપાવવામાં આવી હતી. એવો એક વધુ હુમલો ભાજપ પબ્લિક લિમિટેડ કંપની દ્વારા થશે.

હાર્દિક પટેલને અને પાટીદાર અનામત આંદોલન સામે હવે પુરા રાજ્યમાં ટીવી એડ કેમ્પેઇન ચલાવવામાં આવશે. તેના પેકેજ પણ ટીવી અને સોશિયલ મીડિયા કેમ્પેઇન કંપનીઓ સાથે નક્કી થઈ ગયા છે. 22 જેટલી વિડિયો ક્લિપ સિંગાપુરમાં તૈયાર કરી દેવામાં આવી છે. જે હવે થોડા દિવસમાં તમામ જગ્યાએ 'કેન્દ્ર નો વધુ એક ગુજરાત ને અન્યાય અને થપડનો અવાજ' લોકો હજુ ભૂલ્યા નથી. એવી જ કરોડો રૃપિયાની જાહેર ખબર જોવા મળશે. આ 22 વિડિઓ ક્લીપમાં પાટીદાર અનામત આંદોલનને જ ટાર્ગેટ કરાયું છે. જેમાં હાર્દિક પટેલનું નામ લીધા વગર હાર્દિક પટેલને જ ટાર્ગેટ કરાયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર