એક કલાકમાં ગુજરાત સળગાવી દઈશુ... વાંચો, હાર્દિક પટેલ અને સમર્થકોની ફોન પર થયેલ વાતચીત

શુક્રવાર, 23 ઑક્ટોબર 2015 (15:58 IST)
ગુજરાતમાં પાટીદારો માટે અનામતની લડાઈ લડનારા નેતા હાર્દિક પટેલની પોતાના સાથીદારો સાથેની વાતચીતની 
ફોન રેકોર્ડિંગ સામે આવી છે. અમદાવાદ પોલીસે એફઆઈઆરમાં આનો ઉલ્લેખ કર્યો છે. પોલીસ મુજબ હાર્દિકે 
પોતાના સાથીદારોને કહ્યુ હતુ કે હાઈવે જામ કરવા માટે બોટલોપ ફેંકો, ટ્રકો ઉભી કરીને ટાયર સળગાવો.  રેકોડિંગમાં 
નોંધાયેલ વાતચીત આ પ્રમાણે છે.. 
 
ઓક્ટોબર 17, 5:43 pm 
 
હાર્દિક - મે તમને પૂછવા માટે કૉલ કર્યો  છે કે શુ તમે સાયલા (સુરેન્દ્રનગર જીલ્લો) હાઈવેને બ્લોક  કરી શકો છો ? 
કુલદીપ - ક્યારે ? 
હાર્દિક - જ્યારે પણ અમે કહીએ 
કુલદીપ - ક્યારેય પાણ સાહેબ 
 
ઓક્ટોબર 17, 5:45 pm 
 
હાર્દિક - આવતીકાલે હાઈવે બંધ થઈ જવો જોઈએ 
અલ્પેશ - હા કોઈ પ્રોબ્લેમ નથી. 
હાર્દિક - હુ સવારે 9 વાગ્યે નીલેશભાઈ અરવેદિયાને જેલમાંથી મુક્તિના બેનર લઈને અને પાટીદારને ઈંસાફ અપાવવા માટે હાઈવેથી શરૂઆત કરીશ. 
અલ્પેશ - જરૂર 
હાર્દિક - કમરેજ હાઈવેને બંધ કરવાનુ ન ભૂલીશ. ગુજરાતના બધા હાઈવે બંધ થઈ જવા જોઈએ. કોઈપણ હાઈવે છૂટવો ન જોઈએ 
અલ્પેશ - આ મારી જવાબદારી છે 
હાર્દિક - હા સોડા બોટલ તોડીને હાઈવેને બ્લોક કરજો અને ટ્રકના ટાયર સળગાવી દેજો.  
 
 
ઓક્ટોબર 17, 10:39 pm 
 
હાર્દિક - આવતીકાલે હુ ધરપકડ થઈ જઈશ. તમે મને ટીવી પર જોશ 
કુલદીપ - હા 100%, હવે રાહ નથી જોવાતી 
હાર્દિક - સવારે 9 વાગ્યે નું ભૂલીશ નહી. લગભગ 35 કિમી સુધી બંધ રહેવુ જોઈએ. ધરપકડ 7 વાગ્યાની છે. તેથી ભૂલીશ નહી
   
ઓગસ્ટ 25, 8.20 pm 
 
અમરીશ - હાર્દિકની ધરપકડ થઈ ગઈ 
કૉલર - તેથી તો કોલ કર્યો.. હવે શુ કરવાનુ છે. 
અમરીશ -હવે બધાને એકત્ર કરવાના છે. 
કૉલર - સારુ બધાને એકત્ર કરો અને પણ આવીએ છીએ. 
 
ઓગસ્ટ 25, 9:36 pm 
 
દિનેશ ભંભાનિયા - કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતા..
દિનેશ - નહી નહી.. આવુ નથી. હુ રિલીઝ કરવા આવ્યો છુ. અમે એક કલાકમાં આખુ ગુજરાત સળગાવી દઈશુ. સરકારે હાર્દિકને પકડીને બહુ મોટી ભૂલ કરી છે. પછી દિનેશ કોઈ અજાણ્યા સાથે ફોન પર વાત કરતા
દિનેશ -  તમે ચિંતા ન કરશો. કારતૂસ તૈયાર રાખો અને વધુ હંગામો થશે તો ગોળી ચલાવી દઈશુ. 

વેબદુનિયા પર વાંચો