પાટીદારો માત્ર છેતરાયા નથી પણ ઘવાયા છે - હાર્દિક પટેલ

શુક્રવાર, 10 નવેમ્બર 2017 (12:57 IST)
હાર્દિકે ભાજપ પર ટોણો મારીને કહ્યું છે કે, 2014 પહેલા બધા ભ્રષ્ટાચારી જેલમાં જતા હતા જ્યારે 2014 પછી બધા ભ્રષ્ટાચારી ભાજપમાં જાય છે. ખરેખર દેશ નહીં પણ નેતાઓ બદલાઇ રહ્યા છે. આ વાત કરવાની સાથે હાર્દિકે પાટીદારોને સમાજ પર અત્યાચાર કરનાર ભાજપને ફરીવાર લાવીને પાટીદાર શહીદોનું અપમાન નહીં કરવા આહવાન પણ કર્યું છે. 

હાર્દિકે ભાજપ પ્રહાર ચાલુ રાખીને કહ્યું કે, જો એક જ વ્યક્તિથી બે વખત છેતરાઇએ તો તે આપણો જ વાંક ગણાય. પાટીદારો તો માત્ર છેતરાયા નથી ઘવાયા પણ છે. ભાજપ સરકારે પાટીદારોનો ઉપયોગ કરી પાટીદારને જ એના અધિકારથી દૂર રાખ્યો છે. પાટીદાર સમાજનું વિચારીને ભાજપને હટાવીને રહેજો તેવું આહવાન કર્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર