હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટે આપ્યા જામીન, છ મહિના સુધી રાજ્યમાંથી બહાર રહેવુ પડશે

શુક્રવાર, 8 જુલાઈ 2016 (15:54 IST)
ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં પાટીદારોના આંદોલનની આગેવાની કરનારા હાર્દિક પટેલને જામીન આપી દીધી છે. જામીન હેઠળ તેમને છ મહિના ગુજરાત રાજ્યમાંથી બહાર રહેવુ પડશે.  ઉલ્લેખનીય છે કે હાર્દિક ઓક્ટોબર 2015થી જેલમાં છે. 
 
તેમના પર બે મામલા ચાલી રહ્યા છે. પ્રથમ સૂરતમાં બીજો અમદાવાદમાં. સૂરતવાળા મામલામાં તેમના પર એક વ્યક્તિને કથિત રૂપે પોલીસ કર્મચારીઓની હત્યા કરવા માટે ઉપસાવવાનો આરોપ છે. અમદાવાદ મામલે હાર્દિકના મિત્રો પર લોકોએ સરકાર વિરુદ્ધ હિંસા કરવા માટે ઉપસાવવાનો આરોપ છે. હાર્દિકની પોલીસે ધરપકડ કરી તો તેના મિત્રોએ લોકોને ફોન કરીને હિંસા કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલામાં હાર્દિક પર રાજદ્રોહની ધારાઓ લગાવવામા6 આવી છે.  જો કે હાર્દિક આજે જેલમાંથી છૂટશે નહી કારણ કે વિસનગરમાં હિંસા મામલામાં જામીનની અરજી હજુ કોર્ટમાં પ્રતિક્ષામાં છે. 
 
હાર્દિકે અનામત માટે પાટીદારોના આંદોલનનું નેતૃત્વ કર્યુ હતુ. આંદોલને પછી હિંસક રૂપ લઈ લીધુ હતુ. 
 
ઉલ્લેખનીય છે કે સત્તારૂઢ બીજેપી વિરુદ્ધ પાટીદાર(પટેલ) સમાજના હિંસક આંદોલનની આગેવાની માટે 22 વર્ષીય હાર્દિકની ધરપકડ કરવામાં આવી  હતી અને પછી તેને સૂરતની જેલમાં મુકવામાં આવ્યો.  ઉલ્લેખનીય છે કે પાટીદાર સમાજની એક બેઠકમાં મોટી જનસંખ્યાની હાજરીમાં તલવાર લહેરાવીને હાર્દિક મીડિયાની ચર્ચામાં આવ્યા હતા. 

વેબદુનિયા પર વાંચો