હાર્દિક પટેલે ખોડલધામ પ્રમુખ નરેશ અને ઉમિયાધામ પ્રમુખ પ્રલ્હાદ પટેલના હસ્તે કર્યા પારણાં

બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (15:28 IST)
હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે તેના પારણાં ખોડલધામના નરેશ પટેલ અને ઉમિયાધામના પ્રહલાદ પટેલ અને સીકે પટેલના હસ્તે સાદુ પાણી, લીંબુ પાણી અને નારિયેળ પાણી પીને પારણાં કર્યા હતા. હાર્દિકના પારણાં કરાવવા માટે પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ પહોંચ્યા હતા. હાર્દિકની ઉપવાસી છાવણીમાં છએ છ સંસ્થાના આગેવાનો આરૂઢ થઈ ગયા હતા. હાર્દિક પટેલના ઉપવાસથી કોઈ અસર સરકાર પર થઈ ન હતી અને સમાજ જે હાર્દિકની પડખે આવ્યો હતો. હાર્દિકના સમર્થનમાં દેશભરમાંથી નેતાઓ, લોકો આવી રહ્યા હતા. પાટીદારો જ નહીં અન્ય સમાજનું પણ તેને સમર્થન મળી રહ્યું હતું, ત્યારે આજે હાર્દિકના પારણાની જાહેરાત કરવામાં આવી હતી. પાસ કન્વીનર મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને હાર્દિકને  પારણાની જાહેરાત કરવામાં આવી હતી.  પાટીદાર સમાજનના આગેવાનોના મત છે કે આગળ આંદોલન ચાલુ રાખવા માટે પણ હાર્દિકે સ્વસ્થ રહેવુ જોઈએ. પાસના પ્રવક્તા મનોજ પનારાએ કહ્યુ હતુ કે આ આંદોલનનો અંત નથી પણ હવે પાટીદાર સમાજ પોતાની માંગોને લઈને આંદોલન વધારે જલદ બનાવશે. આખા રાજ્યમાં ઠેર ઠેર યાત્રાઓ કાઢવામાં આવશે તેમજ સરકાર સમજી લેકે મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર નીકળશે. કોઈ પણ સંજોગોમાં સરકારને ઝુકાવીને રહીશું.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર