હાર્દિકે પારણાં અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી: ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ
શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (15:51 IST)
નરેશ પટેલ છેલ્લા 14 દિવસથી પાટીદારો માટે અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલની મુલાકાત કરી હતી.હાર્દિક સાથે મુલાકાત બાદ આ અંગે માહિતી આપતા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું કે, "તબિયતને લઈને પાટીદાર અને અન્ય સમાજ ચિંતિત છે. મેં આજે પહેલી વિનંતી એવી કરી છે કે હાર્દિક બને એટલા ઝડપથી પારણા કરી લે. હાર્દિક હજી પણ તેની ત્રણ માંગણી કરી રહ્યો છે. ત્રણેય માંગ અંગે મેં હાર્દિકને ખાતરી આપી છે કે ખોડલધામ અને ઉમાધામ ધાર્મિક સંસ્થાઓ મળીને આજે સરકાર સમક્ષ આ વાત મુકશે. બંને એટલી ઝડપથી આ વાતનો નિવેડો લાવવાનો પ્રયાસ કરીશું. મેં હાર્દિકને ખાતરી આપી છે કે દરેક સંસ્થા તારી સાથે છે. આખા સમાજને તારી તબિયતની ચિંતા છે.""હાર્દિકે પારણા કરવા અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી પરંતુ તેણે એવું કહ્યું છે કે ટૂંક સમયમાં હું તમને જણાવીશ કે ક્યારે પારણા કરીશ. હાર્દિકે મને મંજૂરી આપી છે કે ખોડલધામ અને ઉમાધામના આગેવાનો મળીને સરકાર સાથે ત્રણ મુદ્દે ચર્ચા કરવા આગળ વધો."14 દિવસના ઉપવાસ છતાં સરકાર તરફથી અહીં કોઈ ફરક્યું નથી. મારી સરકારને વિનંતી છે કે કોઈ અધિકારી કે નેતાને ઉપવાસ છાવણી ખાતે મોકલીને હાર્દિક સાથે ચર્ચા કરે.આ માટે અમદાવાદ આવી પહોંચેલા નરેશ પટેલે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરી હતી. બાદમાં મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, "પાટીદાર આગેવાન તરીકે હું હાર્દિકને વિનંતી કરીશ કે તે વહેલામાં વહેલી તકે પારણાં કરી લે. હું કોઈના આમંત્રણ પર નહીં પરંતુ હાર્દિકની તબિયતને જોઈને અહીં આવ્યો છું. સરકાર સાથે મારે કોઈ વાતચીત નથી થઈ. અત્યારે અમારી પ્રાથમિકતા એટલી જ છે કે હાર્દિક પારણાં કરી લે