Happy Birthday Hardik - હાર્દિકનો આજે 23મો જનમદિવસ, ગુજરાતમાં કાર્યક્રમોની વણઝાર

મંગળવાર, 19 જુલાઈ 2016 (17:37 IST)
પાટીદાર સમાજનો ધબકાર બની ગયેલ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આજે તેના 22 વર્ષ પુર્ણ કરી 23માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. સમગ્ર ગુજરાત રાજયમાં પાટીદાર સમાજ દ્વારા અનેકવિધ સેવાકાર્ય દ્વારા હાર્દિક પટેલનો જન્મદિવસ ઉજવવામાં આવશે.
 
   માત્ર સવા વર્ષના સમયગાળામાં સમગ્ર ગુજરાત રાજયના કડવા-લેઉઆ પાટીદારને એક મંચ પર લાવનાર અને અમદાવાદમાં 15 લાખથી વધુ પાટીદાર સમાજને એકત્ર કરનાર હાર્દિક પટેલે અનામત આંદોલનનું સબળ નેતૃત્વ કરેલ.
 
   લડાયક મિજાજના હાર્દિક પટેલ સામે સરકારે રાજદ્રોહ અને અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરેલ. નવ માસના જેલવાસ બાદ તાજેતરમાં જેલમાંથી જામીનમુકત થયેલ હાર્દિક પટેલે જબ્બર રોડ-શો કરી બે દિવસમાં લાખો પાટીદારોને મળેલ.  તા.20ને બુધવારના રોજ હાર્દિક પટેલ ભલે ગુજરાત ન હોય પરંતુ સમગ્ર રાજયમાં હાર્દિકના જન્મોત્સવની હાર્દિક ઉજવણી કરવાના આયોજન કરવામાં આવ્યા છે.
 
   રાજકોટ અનામત આંદોલનના બ્રિજેશ પટેલે અકિલાને જણાવેલ કે હાર્દિક પટેલના જન્મદિને પડધરીના રામપરા ગામે 500 વૃક્ષોનુ વૃક્ષારોપણ થશે ઉપરાંત ત્રંબાના માનવ મંદિરે તેમજ રાજકોટના સ્નેહ નિર્જન સંસ્થામાં ભોજન કરાવવામાં આવશે. સુરત, અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, ઉંઝા સહિતના વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો