પાટીદાર અનામતની આગમાં અત્યાર સુધી 9ના મોત, અનેક શહેરોમાં કરફ્યુ અમદાવાદમાં આજે પણ શાળા બંધ

ગુરુવાર, 27 ઑગસ્ટ 2015 (10:33 IST)
પટેલ અનામતની આગમાં સળગી રહેલ ગુજરાતમાં પરિસ્થિતિ હજુ સુધી સામાન્ય થઈ નથી. અત્યાર સુધી હિંસામાં 9 લોકો માર્યા ગયા છે.  જ્યારે કે રાજ્યના અનેક ભાગમાં અત્યાર સુધી કરફ્યુ ચાલુ છે. 
 
અમદાવાદમાં ગુરૂવારે પણ શાળા બંધ 
 
રાજધાની અમદાવાદમાં ગુરૂવારે પણ શાળા બંધ રહેશે.  જ્યારે કે દક્ષિણી ગુજરાતમાં નર્મદાર યૂનિવર્સિટીમાં પણ નહી ખુલે. જોકે અમદાવાદમાં કોલેજ ખુલ્લી રહેશે. પોલીસે કહ્યુ કે પટેલ સમુહની થયેલ મોટી રેલી પછી ભડકેલી હિંસામાં રાજ્યમાં આઠ લોકો માર્યા ચુકાયા છે. 
CMએ કહ્યુ, લાઠીચાર્જનો આદેશ નહોતો આપ્યો 
 
આ દરમિયાન રાજ્યની મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે આ વાતથી ઈન્કાર કર્યો કે તેમની સરકારે અમદાવાદમાં એક રેલીમાં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જનો આદેશ આપ્યો હતો જ્યાર પછી હિંસક પ્રદર્શન થયુ. તેમણે કહ્યુ, "મેં જીએમડીસી મેદાનમાં લાઠીચાર્જની ઘટનાના મામલે તપાસના આદેશ આપી દીધા છે. ગુજરાતના ડીસીપી તપાસ કરી રહ્યા છે. સરકારે રિપોર્ટની રાહ જુએ છે. સરકારે લાઠીચાર્જ માટે કે વધુ બળ પ્રયોગ માટે કોઈ આદેશ આપ્યો નહોતો.  અમદાવાદ, સૂરત, મેહસાણા, રાજકોટ, જામનગર, પાલનપુર, ઉંઝા, વિસનગર અને પાટન શહેરોમાં કરફ્યુ લગાવી દીધો છે.  
 
સૈનાની ગોઠવણી 
 
અમદાવાદના જીલ્લા કલેક્ટર રાજકુમર બેનીવાલે કહ્યુ, 'પટેલ સમુહના આંદોલનને કારણે હિંસા ભડકાવ્યા પછી કાયદા વ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે અમદાવાદ શહેરમાં સેનાની પાંચ કંપનીઓ બોલાવવામાં આવી છે."  બેનીવાલે કહ્યુ કે શહેરના પાંચ રસ્તા પર સેના ફ્લેગ-માર્ચ કરશે જ્યા મોટી સંખ્યામાં હિંસાની ઘટનાઓ જોવા મળી છે. અમદાવાદ ઉપરાંત સુરત અને મેહસાણામાં સેનાની બે- બે કંપનીઓ ગોઠવવામાં આવી છે. 
પોલીસે ચલાવી 23 રાઉંડ ગોળી
 
પોલીસ અધિકારી રતન સિંહે કહ્યુ કે "23 રાઉંડ ગોળી ચલાવાઈ. નીલેશ પટેલ નામનો વ્યક્તિ માર્યો ગયો" પોલીસે કહ્યુ કે પાલનપુર ક્ષેત્રમા ગઢગામમાં એક પોલીસ મથકમાં આગ લગાડવવની કોશિશ કરી રહેલ ભીડ પર પોલીસના ગોળીબારમાં 3 લોકો માર્યા ગયા. 
 
પોલીસ સ્ટેશનમાં ઘુસી ગઈ ભીડ 
 
બનાસકાંઠાના જીલ્લા કલેક્ટર દિલીપ રાણાએ કહ્યુ, "બપોરે લગભગ એક વાગ્યે ઉગ્ર ભીડ ગઢ પોલીસ મથકમાં ઘુસી આવી અને તેને સળગાવવાનો પ્રયાસ કર્યો. સ્થાનીક પોલીસ કર્મચારીઓએ પોતાના બચાવ માટે કેટલાક રાઉંડ ગોળીઓ ચલાવી જ એમા બે લોકોના મોત થઈ ગયા.  પાલનપુરમાં કોઈ અપ્રિય ઘટનાથી બચવા માટે કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે." એક વરિષ્ઠ પોલીસ અધિકારી મુજબ વસ્ત્રાલ વિસ્તારમાં પોલીસ ગોળીબારમાં બે લોકોના મોત થઈ ગયા. બીજી બાજુ શહેરના ઘાટલોદિયા વિસ્તારમાં એક વ્યક્તિની લાશ મળી. 

વેબદુનિયા પર વાંચો