હાર્દિક પટેલના સળગતા અનામત આંદોલનની આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે તોગડિયા !!

સોમવાર, 31 ઑગસ્ટ 2015 (12:24 IST)
રાષ્ટ્રીય નિષાદ સંઘના રાષ્ટ્રીય ચૌધરી લૌટન રામ નિષાદે કહ્યુ કે પટેલ પાટીદાર અનામતને બહાને પછાત વર્ગનુ અનામત ખતમ કરવાનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે પટેલ પાટીદાર સમાજ દ્વારા અન્ય પછાત વર્ગમાં સામેલ કરવાની માંગ અયોગ્ય અને સંવિધાનની મૂળ ભાવનાઓથી વિરુદ્ધ છે. તેમણે કહ્યુ કે જે વર્ગ સમુહ સામાજીક શૈક્ષણિક અને આર્થિક રૂપે પછાત તેમને શિક્ષણ અને સેવામાં પ્રતિનિધિત્વ આપવા માટે કલમ 340માં વ્યવસ્થાની છે અને જે સમુહ સેવાઓમાં ખૂબ પછાત અને વંચિત ઉપેક્ષિત છે તેમને માટે સંવિધાનના અનુચ્છેદ 15(4), 16(4) તેમજ 16(4-એ) ના હેઠળ વિશેષ અનામતની વ્યવસ્થા કરી તક આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 
 
નિષાદે કહ્યુ કે હાર્દિક પટેલને પાટીદાર જાતિને ઓબીસીમાં સામેલ કરવાની માંગ માટે ઉપસાવવા પાછળથી હવા આપવાનું કામ વિહિપ નેતા પ્રવિણ તોગડિયા કરી રહ્યા છે. જ્યારે મંડળ કમીશનની રિપોર્ટ લાગૂ થઈ તો એ સમયે તોગડિયાએ ગુજરાતમાં સૌથી મોટો વિરોધ કરાવ્યો. જેમા સેકડો લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. 
 
નિષાદે આગળ કહ્યુ કે ગુજરાતની કુલ વસ્તી 6 કરોડ 27 લાખમાં 12.50 ટકા પટેલ સમુહની વસ્તી છે. જેમની સરકારી સેવાઓમાં પ્રતિનિધિત્વ 45 ટકાથી વધુ અને હીરા વેપાર કૃષિ સંસાધનો પર 80 ટકા તેમનો જ કબજો છે. છતા પણ પાટીદાર સમાજ દ્વારા ખુદને પછાત વર્ગમાં સામેલ કરવાની માંગને લઈને ગુજરાતમાં આંદોલન કરવાને અત્યંત દુર્ભાગ્યપુર્ણ બતાવ્યુ છે. 
 
નિષાદે કહ્યુ કે ગુજરાતના લગભગ 60 ટકા પછાત વર્ગના સરકારી નોકરીયોમાં પ્રતિનિધિત્વ માત્ર 13 ટકા જ છે. અને ગુજરાતની જનસંખ્યામાં લગભગ 32 ટકા જનસંખ્યાવાળા કોળી નિષાદ માછીમારો ઘીવર માંછી ભોઈ સમાજનુ પ્રતિનિધિત્વ માત્ર 3 ટકાથી પણ ઓછુ છે.  
 
નિષાદે કહ્યુ કે ગુજરાતના 120 બીજેપી ધારાસભ્યોમાં 40 ધારાસભ્ય પટેલ સમાજના જ છે. લગભગ દોઢ ડઝન ધારાસભ્ય કોંગ્રેસમાં પણ છે.  ને પાંચ સાંસદ અને ગુજરાતની મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત પાંચ કેબિનેટ અને બે રાજ્યમંત્રી પટેલ સમાજના છે અને અન્ય પછાત વર્ગને જનસંખ્યા સરેરાશમાં 50 ટકાના અનામતની સીમા બહાર અનામત આપવાની માંગ કરતા કહ્યુ કે એસસી, એસટી ની જેમ અન્ય પછાત વર્ગને પણ જનસંખ્યાના જેટલુ અનામત મળવુ જોઈએ. 

વેબદુનિયા પર વાંચો