સળગતો સવાલ ........ અનામતની માંગ કે શક્તિપ્રદર્શન ? .... ઓબીસીમાં સમાવિષ્ટ જ્ઞાતિઓસૂચક મૌન

મંગળવાર, 25 ઑગસ્ટ 2015 (17:30 IST)
ગુજરાતભરમાંથી અંદાજે 7 થી 8 લાખ પાટીદારો અમદાવાદના જીમેડીસી ગ્રાઉંડ ખાતે ઉમટ્યા ઘણા રાજકીય પંડિતો આ ઘટનાને પાટીદારોનું શક્તિપ્રદર્શન ગણાવે છે. તો પાટીદાર સમાજ આ સભાને પોતાન હકનું પ્રતિબિંબ ગણાવે છે. આટલી મોટી જનમેદનીએક જગ્યાએ એક્ઠી થતા અત્યાર સુધી ગંભીર ના દેખાયેલી રાજ્ય સરકાર પણ હવે ગંભીર બની છે. 
 
ત્યારે સવાલ એ છે કે શું પાટીદારોના આ શક્તિપ્રદર્શન જોતા સરકાર ઝૂકસ હે ખરી ? અને ઝૂકશે તો શું પાટીદારોને ઓબીસીમાં નામતનો લાભ મળશે  જો આવું થયું તો ઓબીસીનો લાભ જે જ્ઞાતિઓને મળ્યો છે તે જ્ઞાતિઓની પ્રતિક રિયા કેવી રહેશે ? 
 
કેમ કે આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ ગણાતા પાટીદારોને ઓબીસીસીમાં અનામત આપવામાં આવી તો ખરેખર જે જ્ઞાતિઓ ઓબીસીને લાય અક છે તેઓ વિરોધ કરી શકે છે . ગુઅજ્રાતમાં દોઢ કરોડ આસપાસ પાટીદાર સમાજની જનસંખ્યા છે. સામાપક્ષે ઓબીસીની લાભ લેનારી 140 કરત આ પણ વધુ જ્ઞાતિઓની જનસંખ્યા ભેગી થાય તો પણ પાટીદારોની જનસંખ્યા જેટલી ના થાય. 
 
હવે ધારો કે પટેલોને ઓબીસીમાં સમાવી લેવાયા તો સામાજિક સવાલ એ પણ ખડો થશે કે માતર એક જ જ્ઞાતિ ઓબીસી અનામતનો લાભ લઈ લેશે જ યારે અબ્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ કે નોકરી વાંચ્છુકો લાભથી વંચિત રહી જશે. 
 
હાલ ભલે ઓબીસી તરફથી ખાસ કોઈ પતિક્રિયા નથી આવી રહી પરંતુ રાજકીય પંડિત ઓનું માનીએ તો સરકાઅર પાટીદારોને ઓબીસીમાં સમાવવાની જરા સરખી પબ હિલચાલ કરશે ત્યારે ઓબી સી તરફથી ચોક્કસપને વળ્ગો પ્રહાર થશે આ બન્ને પરિસ્થિઓને લએને સરકારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. 
 
 

વેબદુનિયા પર વાંચો