શુક્રવારે હાર્દિક જેલમાંથી મુક્ત થશે - 500 ગાડીઓમાં 5000 કાર્યકરો સુરત પહોંચશે

બુધવાર, 13 જુલાઈ 2016 (15:23 IST)
તા. 15ને શુક્રવારે સવારે 11 વાગ્યે હાર્દિક પટેલ સુરતની લાજપોર જેલમાંથી મુકત થશે, ત્યારે તેના સ્વાગત માટે ગુજરાતભરના પાટીદારો તડામાર તૈયારી કરી રહ્યા છે. પાસના આગેવાનો અને કાર્યકરો સૌરાષ્ટ્ર-ઉત્તર અને મધ્ય ગુજરાતના પાટીદારો ઉમટી પડશે અને જેલની બહાર હાર્દિક પટેલનું ભવ્ય સ્વાગત કરવામા આવશે. સુરત પાસ સમિતિ દ્વારા પણ ભારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાર્દિકની જેલ મુક્તિને લઇ સુરત પાસની ઓફિસ ધમધમતી થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાંથી 500 કાર સુરત હાર્દિકના સ્વાગત માટે આવશે. તેમજ દોઢ લાખથી વધુ પાટીદારો સુરતમાં સ્વાગત માટે લાજપોર જેલ ઉમટી પડશે. આ સિવાય સુરત અને સૌરાષ્ટ્રનો શું હશે કાર્યક્રમ જાણો 
 
- પાસના સૌરાષ્ટ્રના કન્વીનર લલિતભાઈના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રમાંથી તા. 15મીએ 500 જેટલી ગાડીઓમાં 5000  પાસના આગેવાનો-કાર્યકરો સુરત પહોંચશે જ્યાંથી હાર્દિકને લઈને તેમના ગામ વિરમગામ જશે. ત્યાર બાદ પાસના આગેવાનો અને કાર્યકરો સારંગપુર પહોંચશે અને રાત્રીરોકાણ સારંગપુર કરશે ત્યાર બાદ હાર્દિક પટેલ પણ સારંગપુર પહોચશે. જ્યાં દર્શન અને પૂજન-અર્ચન કરશે.
 
   ત્યારબાદ તા. 16ને શનિવારે હાર્દિક પટેલ સાંજે 4.30 વાગ્યે કાગવડ-ખોડલધામ અને સીદસર ઉમિયા માતાજીના દર્શને જશે અને ભાયાવદર તેમજ પાનેલીમાં રોડ શો કરશે. જો સમયની અનુકુળતા હશે તો ધોરાજી સરદાર પટેલની પ્રતિમાને પૂષ્પાંજલી અર્પણ કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો