રાજકોટમાં ભારેલો અગ્નિ , પેટ્રોલ -પંપ , મોલ બંધ રહ્યા , ગોંડલ મોરબીમાં તોફાનો

બુધવાર, 26 ઑગસ્ટ 2015 (17:33 IST)
રાજકોટમાં મંગળવારે શરૂ થયેલા તોફાનો બુધવારે પણ ચાલૂ રહ્યા હતા .ત્યાં સુધી કે જીલ્લા પોલિસ વદા ગગનદીપ ગંભીરની ગાડી પર પણ હુમલિઓ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં આસ્થા સોસાયટી પાસે ટૉળું તોફાને ચડતા ટીયરગેસના શેલ છોડાયા હતા. બીજી તરફ આજે ગુજરાત બધનું એલાન આપ્યું હોઈ તે અંતર્ગત રાજકોટ સવારથી આંશિક બંધ જોવા મળ્યું હતું. તમામ પેટ્રોલ પંપો , ત્રણેય મોલ , શાળા-કોલેજો બંધ રહ્યા હતા તો અમુક વિસ્તારોમાં બંધની અસર જોવા મળી નહોતી. 
 
મંગળવારે સળ્ગ્યું રાજકોટ 
 
અનામતની આગને લઈને આંદોલન રહેલા પાટીદાર આગેવાનો આંદોલનને એક અલગ જ વળાંક આપી દીધો હતો. અમદાવાદથી શરૂ થયેલ હિંસા જોતજોતામાં આખા ગુજરાતમાં પ્રસરી ગઈ હતી. અને ગુજરાત આખું ભડકે બળવા લાગ્યું હતું ત્યાર એ આ હિંસક આગને રાજકોટ પહોંચતા પણ વધુ વાર લાગી ન હતી મંગળવારે સમી સાંજે કુવાડવા હાએવે ઉપર ચકકજામ કર્યા બાદ હાર્દિક પટેલને છોડવામાં આવતા મામલો થાળે પડ્યો હતો પરંતુ ત્યારબાદ અચાનક જ ટોળા રોડ ઉપર ઉતરી આવ્યા હતા . તફડી મચાવી દીધી હરી કુવાડવા રોડ ઉપર પથ્થરમારો કર્યો હતો. તેમજ મોરબી રોડ ઉપર રસ્તામાં ટાયર સળગાવી વિરોધ દર્શાવ્યા હતો અને સ્થળે પોલીસે દોડી જઈને હળ્વો લાઠીચાર્જ કરી ટોળાને વિખેર્યા હતા. 
 
આટલેથી આંદોલન અટ્ક્યું ન હ અને ધીમે ધીમે આગ આખા રાજકોટમાં પ્રસરી ગઈ હતી . જેમાં વિરોધ દર્શાવી રહેલા ટોળએ એક પછી એક સ્થળોએ હિંસક પ્રવૃતિઓ શરૂ કરી દીધી હતી . જેમાં પ્રથમ દોઢસો ફૂટ રીંગ રોડ ઉપર કેકેવી હોલ નજીક એક ટ્રાફિલ પોલેસની ચોકીને નિશાન બનાવી હતી અને તેમાં તોડ્ફોડ કરી રીતસરનો આતંક મચાવ્યો હતો. ત્યાર બાદ દોઢસો ફૂટ રીંગ રોડ ઉપર બીગ બજાર સામે આવેલ બીઆરટીએસ બસ સ્ટેંડને પણ ટોળાએ આગ લગાવી દીધી હતી અને ભસ્મીભૂત કરી નાખ્યું હતું. આ ઉપરાંત દોઢસો  ફૂટ રીંગ રોડ તમામ બીઆરટીએસ બસ સ્ટેંડ તોડી નાખવામાં આવ્યા હતા. ભુક્કો બોલાવી નાખવામાં આવ્યો હતો. 
 
થોડી જ ક્ષેત્રોમાં આગ એવી ઉપડી કે પછી તો બસ લોકો આતંક મચાવતા હતા સરકારની પ્રોપર્તીને પહોંચાડતા હતા. પોલી સ તમાસો નિહાળતી હતી ત્યાર બાદ મવડી ખાતે પણ બેફામ પથ્થરમારો કર્યો હતો. લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને પોલીસ સામે પણ પથ્થરમારો કરતા પોલીસ લાઠીચાર્જ કર્યો હતો અનેક વાહનોમાં પણ તોડફોડ સળગાવી નાખવામાં આવ્યા હતા. 
 
જ્યારે બીગ બજાર પાછળ પણ ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને કોર્પોરેશનની કચેરીમાં પાર્ક કરેલી મનપાની 3 ગાડીઓમાં તોડ્ફોડ કરી સળગાવી નાખી હતી અને કોર્પોરેશન કચેરીમાં પણ ભારે તોડ્ફોડ કરી હતી. એસઆરપી જવાનો ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. અને રસ્તા ઉપર વૃક્ષ કાપીને રસ્તો બંદ કરી દીધો હતો. ટૉળાએ વિખરેલા ગયેલ પોલીસ કારણ પર ટોળાએ પથ્થરમારો કરી પોલીસ કારના કાંચ ફોડી નાખ્યા હતા સતત 3 કલાક સુધી 500 લોકોના ટૉળા સામે લડે રહેલ એસ આર પી નીવહારે સ્થાનિક પોલીસ આવી હતી અને ટૉળાએ વિખેરવા 3 થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને પરિસ્થિ ઉપર કાબૂ મેળવ્યો હતો લોકો દ્વારા મિલકતોમાં ભારે નુકશાન કરવામાં આવ્યું હતું. 
 
ગોંડક મોરબી પણ સળ્ગ્યા. 
 
મોરબીના માળિયા ફાટક પાસે તથા નવ બસ સ્ટેંડ વિસ્તારમાંથી 30 થી 40 ના ટૉળા આવી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. તેમજ મોરબી સેવા સદનના કાંચ તોડી પાડ્યા છે તો બીજી તરફ મોરબી કોર્ટ શાળા-કોલેજોએ રજા રા ખી છે. મોરબીની મીએન બજાર પણ બંધ છે. ગોંડલની વાત કરીએ  તો ગોંડલમાં લોકો ફરી વિફર્યા છે અને પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે. રોડ પર ઉતરી આવી વાહનોની તોડફોડ કરી રહય છે. એક ટ્રકને રોકી લોકોએ તેનો કાંચ તોડી નાખ્યો છે. પોલીસે બે વ્યક્તિની અટકાયત કરી છે. 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો