પાટીદાર સમાજ અને દલિત સમુદાય પર થયેલા જુલમને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી સ્તબ્ધ

બુધવાર, 27 જુલાઈ 2016 (16:15 IST)
ગુજરાતમાં પાટીદાર સમાજ અને દલિત સમુદાય પર જે જુલમ થયો છે, એ અંગે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીનાગુજરાત યુવા સહમંત્રી ચિરાગ પટેલ, જિલ્લા યુવા પ્રમુખ સચીનભાઈ દરજી, અમદાવાદ શહેર પ્રમુખ સંદીપભાઈ અધારા તથા ભરત કાલરિયા સહિત અન્ય કાર્યકર્તાઓએ અમદાવાદના કલેક્ટરને આવેન આપી માંગણી કરી હતી કે પાટીદાર સમાજ અને દલિત સમુદાય પર જે જુલમ થયો છે એ યોગ્ય નથી.કાયદાની વિરૂદ્ધ જઈ જે કોઇએ ભારતની ન્યાયપ્રણાલીનું અપમાન કર્યું છે અને કાયદો હાથમાં લીધો છે એમની વિરૂદ્ધ ત્વરિત કાર્યવાહી કરવામાં આવે. એટલું જ નહીં, ભવિષ્યમાં કાયદો હાથમાં લેવાની કોી હિંમત ન કરે એ માટે તેમને કડક સજા કરવામાં આવે.પાટીદાર સમાજ અને દલિત સમુદાયના યુવાનો પર જેમણે જુલમ કર્યો છે એમને સજા કરવામાં આવે અને બંને સમાજેના લોકોને ન્યાય મળે. અમે બંને સમાજની સાથે છીએ. એ સાથે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ આપ્રકારના પત્ર આપવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જિગર કુમાર કોઠિયા અને ગુજરાત રાજ્ય મીડિયા ચીફ દિલીપભાઈ પટેલે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાતની જનતાને અપીલ કરી છે કે તેઓ શાંતિ જાળવે અને કાયદાને તેમના હાથમાં ન લે. એ સાથે તેમણે કહ્યું હતું કે, સરકારના અન્યાય વિરૂદ્ધ દરેક જાતિ અને ધર્મના લોકોની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી છે.  

વેબદુનિયા પર વાંચો