ગુજરાતમાં પાટીદારોએ 212 કરોડ વાપર્યા

શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2015 (15:03 IST)
ગુજરાતમાં પાટીદારોએ અનામતની માગણી સાથે શ કરેલી રેલીઓ અને દેખાવોના આયોજનબદ્ધ કાર્યક્રમો પાછળ ખરેખર કોણ છે એની તપાસ કરી રહેલી એજન્સીઓએ હવે આ સમગ્ર આંદોલનને કોણ કોણ ફાયનાન્સ કરી રહ્યું છે તેની પણ તપાસ શ કરી હોવાની વિગતો બહાર આવી છે.

આંદોલનકારો તરીકે હાર્દિક પટેલ, એસપીજીના પ્રમુખ તરીકે એલ.ડી. પટેલ જેવા ચહેરા હાલ તો પાટીદાર સમાજનું નેતૃત્વ કરી રહ્યા હોવાની છાપ ઉપસી રહી છે. પરંતુ હકીકતે આ સમગ્ર આંદોલનનો મકસદ પાટીદારોને ઓબીસી અનામતનો લાભ અપાવવાનો છે કે રાજકીય હેતુ છે એની તપાસ માટે હવે એજન્સીઓએ ધ્યાન કેન્દ્રિત કયુ છે. અલબત્ત, ભાજપ અને સરકારે પોતાના આંતરિક ક્રોતમાંથી કેટલીક વિગતો મેળવી છે, પરંતુ સુરત અને અમરેલી ઉપરાંત મહેસાણા, વિસનગર, પાટણના પણ નામો બહાર આવતાં હવે કેન્દ્રીય એજન્સીઓની મદદથી રાય સરકારે આંદોલન પાછળના ફાયનાન્સિયર્સના નામો, એમના વ્યવસાય, વ્યવહારો વગેરેની વિગતો એકત્રિત કરવાની શઆત કરી છે.

સૂત્રોએ જણાવ્યું છે કે, પાટીદાર સમાજ એક સામાજિક પ્રવૃત્તિ માટે પણ કામગીરી કરતું હોવાથી એના માટે મોટા પ્રમાણમાં લોકો ગુ અને જાહેર દાન કરતા આવ્યા છે. આ સમાજ પોતાના ગોર પ્રમાણે બાળકોના શિક્ષણ, પુસ્તકો, ચોપડા નોટબુકથી માંડીને આરોગ્ય સુવિધાની સેવા પણ કરે છે. કેટલાક સંગઠનોએ તાલીમ કેન્દ્રો પણ મોટી સંખ્યામાં શ કર્યા છે. જોકે, અનામત આંદોલન માટે યારે ફંડિંગનો મુદ્દો આવ્યો ત્યારે અનેક આગેવાનોએ સમાજના નામે ફંડિંગ કયુ છે. એમાં ડાયમંડ, બિલ્ડર્સ, ઉધોગકારોનો સમાવેશ થાય છે. સૌથી નવાઇની વાત એ છે કે કેટલાક આગેવાનો તો એવા છે જેઓ ભાજપને ફંડિંગ કરતાં આવ્યા છે, અમુક તો ભાજપ અને કોંગ્રેસ બન્નેને નિયમિત ફડં આપનારા છે. આ સ્થિતિમાં હવે કેન્દ્ર અને રાયમાં ભાજપની જ સરકાર હોવાથી નેતાઓ આ સ્થિતિનો લાભ પોતાના આંતરિક સ્કોર સેટલ કરવા માટે કરશે. કેટલાક સાચા ફાયનાન્સિયર્સની સાથે ભળતા આગેવાનોને પણ ઝપટમાં લઇ લેવાય એવી દહેશત પણ વ્યકત થઇ રહી છે.

બીજી તરફ પાટીદાર આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલને પુછતાં તેમણે જણાવ્યું કે, અમારા આંદોલન માટે અમે કોઇ ફડં એકત્રિત કયુ નથી, સમાજના સૌ આગેવાનો પોત પોતાની રીતે સ્થાનિક લેવલે જ જવાબદારી ઉપાડી લેતા હોય છે. અહીં ઉલ્લેખ કરવો જરી છે કે, અમદાવાદમાં મહારેલી વેળાએ અમદાવાદમાં પ્રવેશવાના નાકાઓને ફરતે આવેલા પાર્ટી પ્લોટસ, વિવિધ લેટસની સ્કીમોને પાટીદારોએ સેવાના પમાં આપી હતી તો કેટલાય આગેવાનોએ રસોડા માટેની જવાબદારી ઉપાડી હતી. આ રેલીમાં આયોજકોના દાવા પ્રમાણે ૮થી ૧૦ લાખ પાટીદારો આવ્યા હતા. અહીં નોંધવુ જરી છે કે, અત્યાર સુધીમાં ૧૪૮ રેલીઓ રાયભરમાં યોજાઇ છે, જેમાં ૭૦ લાખ પાટીદારો જોડાયા હતા. આ તમામની પાછળ .૨૧૨ કરોડનો ખર્ચ થયો છે. તેના ક્રોત માટે હવે એજન્સી  નજર રાખવાની શરુઆત કરી છે

વેબદુનિયા પર વાંચો