અનામત માટે અંતિમ શ્વાસ સુઘી લડત- હીર્દિક પટેલ

શનિવાર, 3 ઑક્ટોબર 2015 (12:49 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે આજે મોડી સાંજે રાજકોટ જિલ્લાના મોરબી તાલુકાના ટંકારા ગામે જનસભાને સંબોધી હતી. આ જનસભાને સંબોધતા હાર્દિકે અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે આજે મોડી સાંજે રાજકોટ જિલ્લાના મોરબી તાલુકાના ટંકારા ગામે જનસભાને સંબોધી હતી. આ જનસભાને સંબોધતા હાર્દિકે અંતિમ શ્વાસ સુધી સરકારને લડત આપવાનો હુંકાર કર્યો હતો. હાર્દિક પટેલે ટંકારાની જનસભામાં સુધી જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનની લડાઈનો અનામત મેળવ્યા સિવાય અંત આવશે નહીં. અનામત માટે અંતિમ શ્વાસ સરકારને લડત આપીશું. પાટીદાર આંદોલને પાટીદાર વચ્ચેના વાડાને ભૂંસી નાંખ્યા છે. કડવા-લેઉવાના મતભેદ ભુલીને પાટીદારો એક થઈને અનામતની માંગણી કરી રહ્યા છે.

દરમિયાન આજે બપોરે હાર્દિક પટેલે રાજકોટના ઉમેશ પટેલના બેસાણામાં હાજરી આપી હતી. ઉમેશ પટેલની શ્રદ્ધાંજલિ સભામાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડતા શામિશાયા નાનો પડ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાંજલિ સભાને સંબોધતા હાર્દિકે જણાવ્યું હતું કે, યુવાનો અનામત માટે બલિદાન નહીં પરંતુ આરપારની લડાઈ લડવા તૈયાર રહે. ખાસ ખોડલધામ સહિતની સંસ્થાઓ દ્વારા ઉમેશ પટેલના પરિવારને રૂ. પાંચ લાખની સહાયની પણ જાહેરાત કરાઈ હતી.

રાજકોટના મહિલા મહાસંમેલન કરવાની પણ હાર્દિક પટેલે જાહેરાત કરી હતી. ઉમેશ પટેલના બેસણામાં એસપીજી ગ્રૂપના પ્રમુખ લાલજી પટેલ પણ હાજર રહ્યા હતા. ઉમેશ પટેલના બેસણામાં આવતી વખતે ચોટીલા પાસે હાર્દિકે પત્રકારો સાથેની વાતચીતમાં રાજ્ય સરકાર પર હલ્લાબોલ કરતા જણાવ્યું હતું કે, અનામત માટે યુવાનો કરતા થયા છતા સરકાર મૌન પાળે છે.

વેબદુનિયા પર વાંચો