એસપીજી ગ્રૂપ સૌરાષ્ટ્રમાં જાગૃતિ અભિયાન શરૂ કરશે

શનિવાર, 3 ઑક્ટોબર 2015 (12:45 IST)
સરદાર પટેલ ગ્રૂપ (એસપીજી) દ્વારા માગણી ત્રણ-ચાર દિવસમાં સૌરાષ્ટ્રમાં અનામત અંગે જાગૃતિ અભિયાન શરૂ કરાશે. સરદાર પટેલ ગ્રૂપના પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું હતું કે આજે રાજકોટમાં ઉમેશ પટેલના બેસણામાં એસપીજી ગ્રૂપના અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના આગેવાનો ૨૫ ગાડીના કાફલા સાથે હાજર રહ્યા હતા. એસપીજી ગ્રૂપ તરફથી પોલીસ દમનમાં મૃત્યુ પામેલાઓને વ્યક્તિદીઠ રૃપિયા એક લાખની સહાય કરાઈ છે. ઉમેશ પટેલના કિસ્સામાં પણ તેમના પરિવારને આર્થિક મદદ કરાશે. ઉમેશ પટેલના બેસણા બાદ રાજકોટમાં મોડી સાંજે એસપીજી ગ્રૂપના આગેવાનો પાટીદાર સમાજના વકીલો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનામત મુદ્દે ભાવિ કાર્યક્રમો અંગે ચર્ચા થઈ હતી. પરિણામે બેઠકમાં સૌરાષ્ટ્રમાં અનામત સંદર્ભે લોકોમાં જાગૃતિ લાવવા અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. આગામી ત્રણ-ચાર દિવસમાં એસપીજી ગ્રૂપ દ્વારા સૌરાષ્ટ્રમાં જાગૃતિ અભિયાન શરૃ કરાશે તેમ પણ એસપીજીના પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું હતું.
 
આરપારની લડાઈ લડવા તૈયાર રહે. ખાસ ખોડલધામ સહિતની સંસ્થાઓ દ્વારા ઉમેશ પટેલના પરિવારને રૂ. પાંચ લાખની સહાયની પણ જાહેરાત કરાઈ હતી.

રાજકોટના મહિલા મહાસંમેલન કરવાની પણ હાર્દિક પટેલે જાહેરાત કરી હતી. ઉમેશ પટેલના બેસણામાં એસપીજી ગ્રૂપના પ્રમુખ લાલજી પટેલ પણ હાજર રહ્યા હતા. ઉમેશ પટેલના બેસણામાં આવતી વખતે ચોટીલા પાસે હાર્દિકે પત્રકારો સાથેની વાતચીતમાં રાજ્ય સરકાર પર હલ્લાબોલ કરતા જણાવ્યું હતું કે, અનામત માટે યુવાનો કરતા થયા છતા સરકાર મૌન પાળે છે.

વેબદુનિયા પર વાંચો