હાર્દિક પટેલનું જિજ્ઞેશ મેવાણીએ સ્વાગત કર્યું, ઉદેપુર-હિંમતનગર હાઈવે થયો બ્લોક

મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (13:26 IST)
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ રાજસ્થાનથી ગુજરાત આવવા રવાના થઈ ગયો છે. આશરે 1000 જેટલી ગાડીઓના કાફલા સાથે હાર્દિક પટેલ રતનપુર બોર્ડ ઉપર પહોંચ્યો છે.  રાજ્યભરમાંથી પાટીદારો સ્વાગત માટે ઉમટી પડનાર હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શામળાજી ખાતે 700થી વધુ પોલીસકર્મીઓનો કાફલો સવારથી જ ખડેપગે તૈનાત કરી દેવામાં આવ્યો છે. હાર્દિક પટેલની સાથે ગુજરાતના પાટીદાર આગેવાનો કારનો કાફલો લઇને ઉદેપુર ટોલનાકા પાસે પહોંચ્યા ત્યારે કેટલાક પાટીદારોની કારને અટકાવવામાં આવતા હોબાળો મચ્યો હતો. જોકે આમાં હાર્દિકની કારને જવા દેવામાં આવી હતી. હોબાળો થતાં પાટીદાર આગેવાનોએ ‘જય સરદાર જય પાટીદાર’ના નારા લગાવવા માંડ્યા હતાં. આ કાફલાના કારણે ઉદેપુર-હિંમતનગર હાઈવે બ્લોક થઈ ગયો હતો.દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ હાર પહેરાવી હાર્દિક પટેલનું સ્વાગત કર્યું હતું. તેણે સ્વાગત કરતાં જણાવ્યું કે સમાજ સિવાય અન્ય મુદ્દે સાથે લડત આપીશું.  હાર્દિક પટેલ કાફલા સાથે રતનપુર આવી પહોંચતાં જય સરદાર જય પાટીદારના નારા સાથે હાર્દિક પટેલનું ઉમળકાભેર સ્વાગત કરાયું

વેબદુનિયા પર વાંચો