બીજિંગ. ભારતની યુવા બેડમિંટન સ્ટાર સાઈના નેહવાલે કેટલેક અંશે આબપૂ બચાવી છે. શનિવારે ઓલિમ્પિક રમતમાં મહિલા સીંગલમાં જોરદાર પ્રદર્શન કરી રુસની ઈલિયા કરાચકોવાને સીધા સેટોમાં જ હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે.
આની સાથે ભારતની આશા હવે સાઈના પર મંડાણી છે. સાઈનાએ રૂસી ખેલાડીને 21...9, 21...8 થી માત આપી હતી. અત્રે ઉલ્લેખિનય છે કે, ભારત તરફથી પ્રતિનિધત્વ કરી રહેલા શૂટીંગ સહિતમાં ખેલાડીઓએ આજે નિરાશા અપાવી હતી.