ભારતનો મહાબલી સુશીલ કુમાર

વેબ દુનિયા

શુક્રવાર, 22 ઑગસ્ટ 2008 (15:47 IST)
N.D
ઓલિમ્પિકમાં જે ભારતીય પહેલવાને કાંસ્ય પદક જીત્યો, તે કાલ સુધી એક અજાણી વ્યક્તિ હતી, પરંતુ પદક જીતવાની સાથે જ તે રાતોરાત ભારતનો ચમકતો સ્ટાર બની ગયો છે. સુશીલ કુમાર દિલ્લીની નજીક નજફગઢના બાપરૌલાનો રહેનારો છે.

રેલ્વેના કર્મચારી સુશીલ કુમારને 2006માં 'અર્જુન પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાબલી સતપાલ પહેલવાને સુશીલ કુમારને કુશ્તીના દાવપેચ શીખાવ્યા. સુશીલ કુમાર રાષ્ટ્રમંડળ રમતોમાં પણ સુવર્ણ પદક જીતી ચૂક્યા છે.

સુશીલ કુમારે કાંસ્ય પદક જીતતા જ સમગ્ર ભારતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. જે લોકો ક્રિકેટ પાછળ ભાગે છે, તેમની પ્રતિક્રિયા એ હતી કે ભારતના ગરીબ પહેલવાન ઓલિમ્પિકમાં ચંદ્રક જીતી રહ્યા છે તો હવે આવા પહેલવાનો પર પણ ધનની વર્ષા થવી જોઈએ.

ભારતને 56 વર્ષ પછી કુશ્તીમાં ઓલિમ્પિકનુ પદક મળ્યુ છે. આ ઉપલબ્ધિ પછી ભારતીય રમત પ્રેમીઓમાં લાગણીના મોજા ઉછળી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો