મોનિકા દેવીના સમર્થનમાં મણીપુરમાં હડતાલ

ભાષા

શુક્રવાર, 8 ઑગસ્ટ 2008 (19:35 IST)
ભારતીય મહિલા વેટલીંફ્ટર મોનિકા દેવીને તજેતરમાં ઓલિમ્પિકમાં જવા પહેલા થેયેલા ડોપ ટેસ્ટમાં દોષી ઠરતા તેમની ઓલિમ્પિકયાત્રા રદ કરી દેવામાં આવી છે. જેના સમર્થનમાં મણીપુરની જુદી જુદી સામાજીક સંસ્થાઓ 24 કલાકની હડતાલ પર ઉતરી છે.

આ હડતાલના કારણે સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે. લોકો ભારે ઝહેમતી ઉઠાવી રહ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર મણીપુર સયુંક્ત સમિતિ યુસીએમ સહિત વિવિધ સંગઠનોએ કરેલી હડતાલ બાદ દુકાનો, બજાર અને કાર્યાલયો પણ બંધ રહ્યા હતાં. ગુરૂવારે શરૂ થયેલી આ હડતાલના કારણે સરકારી કચેરીઓમાં પણ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.

મણીપુરના પડોશી રાજ્યો સાથેનો વાહનવ્યવહાર પણ ઠપ રહ્યો હતો. રમતપ્રેમીઓ અવરજવર રોકવા રસ્તાઓ પર ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

હડતાલના કારણે કોઈપણ અપ્રિય ઘટના ઘટી નથી. મણીપુર ઓલિમ્પિક સંઘ અને મણીપુર વેટલીફ્ટીંગ સંઘે એમડબ્લ્યુને મોનિકાદેવી સાથેની આ ઘટનાને પૂર્વઆયોજિત ચાલ ગણાવી આ મુદ્દા ઉપર ફરી તપાસ કરવાની માંગ કરી છે.

વેબદુનિયા પર વાંચો