ઓલિમ્પિકમાં મીડિયા માટે કઈ જ મફત નથી

વાર્તા

ગુરુવાર, 7 ઑગસ્ટ 2008 (11:58 IST)
મોંઘવારી ' ગ્લોબલ ' છે આની જાણ ઓલિમ્પિકનું કવરેજ કરવા માટે ગયેલા વિદેશી પત્રકારોને થઈ રહી છે. પત્રકારોને ન તો ખાવા-પીવાની વસ્તુઓ મફતમાં મળી રહી કે ન તો ઈંટરનેટ કાર્ડ, તેનાથી ઉંધુ તેમને આ બધી વસ્તુઓ માટે ભારે એવી રકમની ચુકવણી કરવી પડી રહી છે.

બીજીંગ ઓલિમ્પિક રમતોના આયોજકોએ ભલે ઓલિમ્પિકને સફળ બનાવવા માટે અરબો ડોલરનો ખર્ચ કરીને બધી જ વ્યવસ્થા કરી હોય પરંતુ જ્યારે પત્રકારો આનો ઉપયોગ કરે છે તો તેમને પણ પોતાના ખિસ્સા ખાલી કરવાં પડે છે.

ભારતથી પ્રી-પેડ ડેટા કાર્ડ લઈ જનારા પત્રકારો આ વાત જાણને હેરાઈ થઈ ગયાં કે આ કાર્ડ તો અહીંયા કામ નથી કરી રહ્યું એટલે કે ઈંટરનેટ માટે તેમને સ્થાનીક કાર્ડ ખરીદવું પડશે અને તે કાર્ડ ખુબ જ મોંઘુ છે.

જો કે આ પરિસ્થિતિ ફક્ત ભારતના પત્રકારોની સામે જ નથી પરંતુ અન્ય દેશમાંથી આવેલ પત્રકારો સાથે પણ આવું જ બની રહ્યું છે.

અહીંયાના મીડિયા સેંટર અને અન્ય બીજા સ્ટેડિયમમાં ઈંટરનેટના પ્રયોગ માટે બીજીંગ ટેલીકોમના કાર્ડ ખરીદવા પડશે જે ખુબ જ મોંઘા છે.

બીજીંગ રમતોના એક અધિકારીને જ્યારે આ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે મફતમાં ખાવાનું આપવાની વાત તો ભુલી જ જાવ અહીંયા રમતોની મેજબાનીનો ખર્ચ જ એટલો બધો છે કે આયોજકો મીડિયાને કઈ પણ મફત આપી શકે તેમ નથી.

અર્જેટિંનાના એક વરિષ્ઠ રમત પત્રકાર જુઆન ટોરિસે કહ્યું કે આ રમત તો ખુબ જ મોંઘી થઈ ગઈ છે. બધી જ વસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યાં છે જો ભવિષ્યની અંદર પણ આ પ્રકારની પરિસ્થિતિ રહી તો કોઈ પણ રમતોમાં જવું મુશ્કેલ થઈ પડશે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી રમતોની વિશાળતા અને તેના ખર્ચાઓને ઓછા નહિ કરે ત્યાર સુધી ઓલિમ્પિક રમતોનું ભવિષ્ય ઉજ્જ્વળ નથી દેખાઈ રહ્યું.

વેબદુનિયા પર વાંચો