હેલ્ધી બ્રેકફાસ્ટ - ઈંડા રોલ

P.R
સામગ્રી - ઈંડા 4, ડુંગળી 2, લસણનું પેસ્ટ - 1 ચમચી, આદુનુ પેસ્ટ 1 ચમચી, ટામેટુ - 1, જીરા પાવડર 1 હમચી, કાળા મરીનો પાવડર 1 ચમચી, લીલા મરચાં 3, લવિંગ 4, તજ 2, ઈલાયચી 4, સમારેલા ધાણા, તેલ - 2 ચમચી, બટર અથવા ઘી 1 ચમચી, મીઠુ સ્વાદમુજબ, લોટ 2 કપ, પાણી અડધો કપ.

બનાવવાની રીત - આ એગ રોલ બનાવવા માટે સૌ પહેલા રોટલી બનાવી લો. રોટલી બનાવવા માટે લોટને ગૂંથીને રોટલી વણી તેને બંને બાજુ ઘી લગાવી સેકી લો અને બાજુ પર મુકો.

હવે એક વાડકામાં ઈંડા, મીઠુ, લીલા મરચાં, કાળા મરી મિક્સ કરો અને સારી રીતે ફેંટી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ તપે એટલે તેમા લવિંગ, તજ, ઈલાયચી અને જીરુ મિક્સ કરી એક મિનિટ માટે સેકો.

ત્યારબાદ પેનમાં ડુંગળી નાખીને તેને ગોલ્ડન બ્રાઉન કરો, પછી આદુ લસણનું પેસ્ટ નાખો અને ફરી સાંતળો. હવે ટામેટા નાખીને તેને ત્યાં સુધી થવા દો જ્યા સુધી ટામેટા અંદર પૂરા મિક્સ ન થઈ જાય. હવે તેમા ઈંડાનું મિશ્રણ નાખી દો. આ મિશ્રણને ફક્ત એકાદ બે મિનિટ માટે જ હલાવો નહી તો તે બળી જશે.

હવે ગેસ બંધ કરો અને મિશ્રણને રોટલીમાં ભરીને તેના રોલ બનાવી લો.

વેબદુનિયા પર વાંચો