ચિકન કરી

W.D
સામગ્રી - ચિકન 1 કિગ્રા, ડુંગળી - 3-4, લસણ - 5-6 કળી, આદુ- 1 ટુકડો, લીલા મરચાં - 5-6, ઘાણાજીરુ - 3 ચમચી, હળદર - 1 ચમચી. લાલમરચુ - 2 ચમચી, ટોમેટો - 3 નંગ, નારિયળનુ દૂઘ 1 કપ, કઢી પત્તા 1 ડાળી, તેલ - જરૂર મુજબ, ગરમ મસાલો - 2 ચમચી, મીઠુ સ્વાદમુજબ.

બનાવવાની રીત - ચિકનને મોટા ટુકડામાં કાપો, ડુગળી, લીલુ મરચુ, આદુ અને લસણને સમારી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમા ડુંગળી, સોનેરી થતા સુધી ફ્રાય કરો અને તેમા લસણ, આદુ અને મરચાનુ પેસ્ટ નાખીને સાંતળો.

ધાણાજીરુ, મરચુ, હળદર, ગરમ મસાલો અને મીઠુ નાખીને 2 મિનિટ સાંતળો, હવે તેમા સમારેલા ટામેટ અને કઢી લીમડો નાખી થોડીવાર સુધી થવા દો.

ચિકન નાખીને થોડીવાર સુધી ફ્રાય થવા દો, હવે થોડુ મીઠુ નાખો. કઢાઈને ઢાંકી દો અને ચિકન બફાય ત્યાં સુધી થવા દો. જ્યારે ચિકન બફાય જાય ત્યારે તેમા નારિયળનુ દૂધ નાખી ઉકાળીને ઉતારી લો. રોટલી અને ભાત સાથે સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો