નવરાત્રીની ફેશન

P.R

નવરાત્રીમાં યુવતીઓ લેટેસ્ટ ચણિયાચોળી જ નહી અવનવા દસ દિવસના આર્ટિફિશિયલ દાગીના ખરીદે છે. આ વખતે ઓર્નામેંટસની પુષ્કળ ખરીદી થઈ છે. યુવતીઓનું બજેટ નવરાત્રીમાં વધી જાય છે. એવુ નથી કે યુવતીઓ જ નવરાત્રીની ખરીદી કરે છે. આ વખતે તો યુવકોની માંગને જોતા યુવકો માટે પણ હાથના કડાં, કાંડા જેવા ઓર્નામેંટ્સ જોવા મળી રહ્યા છે.

યુવતીઓ વિશેષ કરીને સિલ્વર જર્મની અને ઓક્સાઈડના દાગીના ખરીદે છે. જેમા શોર્ટ હાર, કાનનાં લટકણા, પોચા, હાથના કડા, કાનની શેરો, સેંથીનો ટિકો વગેરેની બજારમાંથી ધૂમ ખરીદી થઈ છે. આ વખતે રજવાડી, સ્ટોન ઓક્સાઈડ, ભરવાડી કડા વગેરેની ડિમાંડ વધુ છે. ઉપરાંત મિરરવાળી જ્વેલરી પણ વધારે હોટ ફેવરીટ છે. મિરરવાળી જ્વેલરીમાં પણ આ વખતે નવી ડિઝાઈન જોવા મળી રહી છે. આ સિવાય કોડીની જ્વેલરી તો નવરાત્રિમાં ઈન જ છે. આ સિવાય ઓક્સીડાઈઝના ચુડા, પાટલા, બંગડી વગેરેનો પણ એટલો જ ક્રેઝ છે. આ સિવાય સફેદ કલરના હાથીદાંતના બલોયા પણ નવરાત્રિ માટે ફોરએવર છે
P.R
હંમેશાની જેમ આ વર્ષે ટેટૂની પણ ખૂબ ડિમાંડ છે. પીઠ પર લગાડવા માટે દાંડિયાના સિમ્બોલવાળા ટેટૂ, હાથના ટેટૂ, અને સ્ટોનવાળા ટેટૂ, ઝરીવાળા ચમકદાર ટેટૂ પણ બજારમાં ધૂમ વેચાય રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો