ચહેરા પરના ખીલ મટાડવા માટે

કસ્તુરી તેમજ ગ્લીસરીન : કસ્તુરી તેમજ ગ્લીસરીનમાં ગુલાબજળ તેમજ લીંબુનો રસ ભેળવીને સ્નાન કરતી વખતે આ પેસ્ટને ચહેરા, ગરદન અને હાથ પર લગાવી દો. વીસ- પચ્ચીસ મિનિટ બાદ નવાયા પાણી વડે ધોઈ લો અને પછી ઠંડા પાણી વડે ધુઓ. હવે એકદમ નરમ ટુવાલ વડે હળવા હાથે રગડીને લુછી દો. તેનાથી ત્વચા સ્નિગ્ધ, કોમળ અને કાંતિયુક્ત થઈ જશે.

તુલસી : જો તમને વારંવાર ખીલ થતા હોય અને તેને લીધે ચહેરા પર ડાઘ પડી જતાં હોય તો તુલસીમાં લીંબુનો રસ નાંખીને તે થોડુક ગાઢુ થાય ત્યાર સુધી તેને તડકામાં મુકી રાખો અને પછી તેને ચહેરા પર લગાવો. નિયમિત રૂપે પ્રયોગ કરવાથી અઠવાડિયામાં જ આનું પરિણામ જોવા મળશે.

વેબદુનિયા પર વાંચો