નવરાત્રી શરૂ થતા જ લોકો દેવી માતાની પૂજા કરવા માંડે છે. આ સાથે જ લોકો તેની સાથે જોડાયેલ કેટલાક જ્યોતિષ ઉપાય પણ કરે છે. જેમા વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન ભક્ત નવ દિવસ ભક્તિ-ભાવથી દેવીની ઉપાસના કરે છે. માન્યતા છે કે આ નવ દિવસમાં માતની પૂજા-અર્ચના કરવાથી મા શીઘ્ર પ્રસન્ન થાય છે. પણ શુ તમે જાણો છો કે આ ઉપરાંત તમે જ્યોતિષમા બતાવેલ કેટલાક ટોટકાને કરવાથી પણ દેવી દુર્ગાની કૃપા મેળવી શકાય છે.
સૌથી પહેલા એક વાત યાદ રાખો કે નવરાત્રિના વિશેષ નવ દિવસમાં કરવામં આવતા આ ઉપાયોમાં વપરાતી લવિંગ અખંડ એટલે કે આખી હોવે એજોઈએ. જ્યોતિષ મુજબ આર્થિક સ્થિતિને સારી કરવા માટે નવરાત્રિ દરમિયાન રોજ સાંજન અસમયે સળગતા કપૂરમાં બે લવિંગ નાખીને મા દુર્ગાની આરતી કરો. એવી માન્યતા છે કે આવુ કરવાથી ધન સાથે સંબંધિત પરેશાનીઓ દૂર થાય છે.