Navratri 2020 : જાણો મા અંબાના 9 રૂપોના 9 શુભ વરદાન

મંગળવાર, 6 ઑક્ટોબર 2020 (13:49 IST)
મા અંબે, મા દુર્ગા, માં ભગવતીએ.. ભલે નામ કોઈપણ હ્ય આ 9 દિવસો દરમિયાન તે ભરપૂર આશીર્વાદ આપે છે 9 દિવસોની 9 દેવીઓ પોતાના વિશેષ આશીર્વાદ માટે ઓળખાય છે. આવો જાણો કંઈ દેવીથી મળે છે શુભ વરદાન
1. શૈલપુત્રી - મા દુર્ગાનુ પ્રથમ રૂપ છે શૈલ પુત્રી. પર્વતરાજ હિમાલયના અહી જન્મ થવાથી આ શૈલપુત્રી કહેવાય છે. નવરાત્રિની પ્રથમ થિતિએ શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.  તેમનુ પૂજન કરવાથી ભક્ત સદા ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે છે. 
 
2. બ્રહ્મચારિણી- મા દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી છે. મા દુર્ગાનું આ સ્વરૂપ ભક્તો અને સાધકોને અનંત કોટિ ફળ પ્રદાન  કરનારી છે. તેમની ઉપાસનાથી તપ, બલિદાન, વૈરાગ્ય, સદાચારી અને આત્મ-નિયંત્રણની ભાવના જાગૃત થાય છે.
 
3 ચંદ્રઘંટા- મા દુર્ગાનું ત્રીજું રૂપ ચંદ્રઘંટા છે. તેમની આરાધાન તૃતીયાના દિવસે  કરવામાં આવે છે. તેમની ઉપાસનાથી બધા પાપોથી મુક્તિ મળે છે. વીરતાના ગુણો વધે છે. સ્વરમાં દિવ્ય અલૌકિક માધુર્યનો સમાવેશ થાય છે અને આકર્ષકતામાં વધારો થાય છે.
 
5. સ્કંદમાતા- નવરાત્રીનો પાંચમો દિવસ સ્કંદમાતાની ઉપાસનાનો દિવસ છે. મોક્ષના દરવાજા ખોલનારી માતા પરમ સુખદાયી છે.   માતા પોતાના ભક્તોની બધી ઇચ્છા પૂર્ણ કરે છે.
 
6.  કાત્યાયની - માતાનું છઠ્ઠું રૂપ કાત્યાયની છે. છઠ્ઠા દિવસે તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. તેમની પૂજા દ્વારા અદ્ભુત શક્તિનો સંચાર થાય છે. કાત્યાયની સાધકને શત્રુઓને મારવા સક્ષમ બનાવે છે. તેમનુ ધ્યાન ગોઘૂલી બેલા (સાંજનો સમય)માં કરવું જોઈએ
 
7. કાલરાત્રી - નવરાત્રીના સાતમા દિવસે માતા કાલીની  પૂજા કરવાનો નિયમ છે. તેમની પૂજા કરવાથી બધા પાપોથી મુક્તિ મળે છે અને શત્રુઓનો નાશ થાય છે. જ્ઞાનની વૃદ્ધિ થાય છે. 
 
8. મહાગૌરી- દેવીનું આઠમું રૂપ માતા ગૌરી છે. આઠમના દિવસે તેમની પૂજા કરવાનો નિયમ છે. તેમની પૂજા આખી દુનિયા કરે છે. મહાગૌરીની પૂજા કરવાથી બધા પાપોનો નાશ થઈને ચેહરાનુ તેજ વધે છે. સુખમાં વૃદ્ધિ  થાય છે . દુશ્મનનું શમન થાય છે.
 
9. સિદ્ધિદાત્રી- નવરાત્રીના નવમા  દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. તેમની ઉપાસનાથી દૂર શ્રવણ, પરકાયા પ્રવેશ, વાક સિદ્ધિ, અમરત્વ,  ભાવના સિદ્ધિ વગેરે જેવા નવ રત્નોની પ્રાપ્તિ થાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર