માતાના બધા પ્રતીક સાર્થક છે જાણો દરેક નો મહત્વ

શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2016 (14:21 IST)
નવરાત્રના અવસર પર દેવીની આરાધના અને સાધનામાં ઉપય ઓગ થતી દરેક સામગ્રી મહત્વ રાખે છે. એમનો પ્રતીકાત્મક મહત્વ તો છે જ, દરેક વસ્તુના સાથે એક શક્તિ કે ઉદ્દેશ્ય પણ  સંકળાયેલું છે. 
Wheat Grass
ઘઉંના જવારા- તંત્ર મુજબ, આ સાધનાના પરીક્ષણ છે. માનવું છે જે જવારોની વૃદ્ધી અને ગુનવત્તાથી સાધના પૂર્ણતા-અપૂર્ણતાના વિશેમાં સંકેત મળે છે.  

તોરણ - પૌરાણિક વિશ્વાસ છે કે મુખ્ય-દ્વાર પર કેરી કે અશોકના પાનના તોરણ લગાવવાથી ખરાબ નજર ઘરથી બહાર જ રહે છે. પ્રથમ દિવસ દેવીના સાથે ભૈરવ વગેરે તામસિક શક્તિઓ પણ હોય છે. દેવી ઘરમાં પ્રવેશ કરે છે. પણ તોરણ લગાવવાથી તામસિક શક્તિઓ બહાર જ રહીને પ્રતીક્ષા કરે છે. 

અખંડ દીપ- દેવી સાથે તામસિક શક્તિઓ પણ હોય છે. નવરાત્રમાં નિરંતર પ્રજ્વલિત રહેતા અખંડ દીપનો પ્રકાશ જ્યાં સુધી પહોંચે છે, આ શક્તિઓ ત્યાં આવતી નહી. એટલે આ સાધકનો રક્ષક છે. એ સિવાય દીપજ્યોતિ ગુરૂત્વાકર્ષણના પ્રભાવથી મુક્ત હોય. આ જણાવે છે કે સાધનામાં સહાયક તૃતીય નેત્ર અને હૃદય જ્યોતિનો પ્રતીક પણ છે. 
બીજા- લાલ રંગનો કંકુ શાંતિનો પ્રતીક છે. આ મગજની ઉર્જાને બહાર કાઢવાથી રોકે છે. પૂજામાં પ્રયુક્ત ચોખા લક્ષ્મીનો પ્રતીક હોય છે. હળદર ગણેશજીનો પ્રતીક ગણાય છે. 
 

વેબદુનિયા પર વાંચો