શારદીય નવરાત્રી પૂજા - જાણો કેવી રીતે કરશો ઘટસ્થાપના, જાણો સરળ વિધિ

સોમવાર, 12 ઑક્ટોબર 2020 (00:00 IST)
આવો જાણીએ કેવી રીતે કરવી જોઈએ નવરાત્રીની ઘટ સ્થાપના અને શુ છે તેના નિયમ 
 
* અશ્વિન શુક્લ પ્રતિપદામાં બ્રહ્મ  મુહૂર્તમાં સ્નાન કરો.
 
* ઘરના જ કોઈ પવિત્ર સ્થાન પર સ્વચ્છ માટીથી વેદી બનાવો.
 
* વેદીમાં જવ અને ઘઉં બંને મિક્સ કરીને વાવો 
 
* વેદી પર અથવા પવિત્ર સ્થાન પર પૃથ્વીનુ પૂજન કરો અને ત્યાં સોના, ચાંદી, તાંબા અથવા માટીનો કળશ મૂકો.
 
 ત્યારબાદ કળશમાં કેરીના લીલા પાન, દુર્વા, પંચામૃત નાંખો અને તેના મોંઢા પર નાડાછડી બાંધો.
 
* કળશની સ્થાપના પછી ગણેશની પૂજા કરો.
 
- ત્યારબાદ વેદી કિનારે દેવીની કોઈ ધાતુ, પાષાણ, માટી અને ચિત્રમય મૂર્તિ વિધિ-વિધાનથી વિરાજમાન કરો. 
 
- ત્યારબાદ મૂર્તિનુ આસન, પાદ્ય, અર્ધ, આચમન, સ્નાન, વસ્ત્ર, ગંધ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, આચમન, પુષ્પાંજલિ, નમસ્કાર, પ્રાર્થના વગેરેથી પૂજન કરો. 
 
- ત્યારબાદ દુર્ગા સપ્તશતીનો પાઠ, દુર્ગા સ્તુતિ કરો. 
 
- પાઠ સ્તુતિ કર્યા પછી દુર્ગાજીની આરતી કરીને પ્રસાદ વિતરિત કરો. 
 
- ત્યારબાદ કન્યા ભોજન કરાવો. પછી ખુદ ફળાહાર ગ્રહણ કરો. 
 
- પ્રતિપદાના દિવસે ઘરમાં જ જવારા વાવવાનુ પણ વિધાન છે. નવમીના દિવસે આ જ્વારાને માથા પર મુકીને કોઈ નદી કે તળાવમાં વિસર્જિત કરવા જોઈએ. અષ્ટમી અને નવમી મહાતિથિ માનવામા આવે છે. આ બંને દિવસોમાં પારાયણ પછી હવન કરો પછી યથા શક્તિ કન્યાઓને ભોજન કરાવવુ જોઈએ. 
 
નવરાત્રિમાં શુ કરો, શુ ન કરો  - 
- નવરાત્રિના દિવસોમાં વ્રત કરનારાઓએ જમીન પર સુવુ જોઈએ 
- બ્રહ્મચર્યનુ પાલન કરવુ જોઈએ 
- વ્રત કરનારાઓએ ફળાહાર જ કરવો જોઈએ 
- નારિયળ, લીંબૂ, દાડમ, કેળા, ઋતુ મુજબના ફળ અને અન્નનો ભોગ લગાવવો જોઈએ 
- વ્રતીએ સંકલ્પ લેવો જોઈએ કે હંમેશા ક્ષમા, દયા, ઉદારતાનો ભાવ રાખશે. 
-  આ દિવસો દરમિયાન વ્રતીએ  ક્રોધ, મોહ, લોભ વગેરે દુષ્પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો જોઈએ. 
- દેવી આહ્વાન, પૂજન, વિસર્જન, પાઠ વગેરે બધુ સવારે શુભ હોય છે. તેથી તેને આ દરમિયાન પુરૂ કરવુ જોઈએ.
- જો ઘટસ્થાપના કર્યા બાદ સૂતક થઈ જાય, તો કોઈ દોષ નથી થતો, પણ જો પહેલા થઈ જાય તો પૂજા વગેરે ન કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર