Durga Ashtami- અષ્ટમીના રાત્રે કરો આ ઉપાય, દરેક મનોકામના થશે પૂરી
રવિવાર, 6 ઑક્ટોબર 2019 (13:02 IST)
નવરાત્રીન બાકી દિવસોની તુલનામાં દુર્ગા અષ્ટમીનો દિવસ થોડો વધુ ખાસ માનવામાં આવે છે. આ દિવસે ખાસ રૂપે દેવી મહાગૌરીની પૂજા થય છે. આવો જાણીએ કેટલાક એવા ઉપાયો જેને કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને સૌભાગ્ય વધે છે.
1. અષ્ટમીની રાત્રે રાત્રે 12 વાગ્યા પછી ઘરના મુખ્ય બારણા પર શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો. તેથી દુર્ભાગ્ય દૂર થાય છે.
2. કોઈ દુર્ગા મંદિરમાં જઈને 8 કમળના ફૂલ માતાને અર્પિત કરો. માતા પ્રસન્ન થાય છે.
3. આ દિવસે કોઈ યોગ્ય પંડિત પાસેથી તમારા ઘરમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરાવો. ઘરમાં સુખ શાંતિ કાયમ રહેશે.
4. કોઈ કુંવારી બ્રાહ્મણ કન્યાને તેની પસંદના કપડા અપાવો અને સાથે જ કેટલીક ભેંટ પણ આપો.