ભાવનગરઃ ભાવનગરમાં ડમીકાંડ મામલે કથિત તોડકાંડમાં પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. આ મામલે વધુ બે આરોપી ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદી ઝડપાયા છે. બંને આરોપીઓ પાસેથી પોલીસે 10 લાખ રૂપિયા જપ્ત કર્યાં છે. ગઈકાલે યુવરાજસિંહ બાદ આજે તેમના સાળાની ધરપકડ કરાઈ હતી. હવે વધુ બે આરોપી ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદીની ધરપકડ કરાઈ છે. છેલ્લા 24 કલાકમાં 4 આરોપીની ધરપકડ કરાઇ છે. આજે યુવરાજસિંહને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા હતા.
યુવરાજસિંહે પોલીસની સુરક્ષા માંગી નથી
રેન્જ આઈજી ગૌતમ પરમારે કહ્યું હતું કે, યુવરાજસિંહે પુરાવા અંગે કોઈ વાત કરી નથી. નારી ચોકડી પર મીટિંગ થયાની તેમણે કબૂલાત કરી છે. વિક્ટોરિયાના ડીલિટ કરાયેલા સીસીટીવી રિકવર કરાયા છે. યુવરાજસિંહે પોલીસની સુરક્ષા માંગી નથી. રિમાન્ડ અંગે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમની પાસે કોઈ પુરાવા નથી. કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ કરાઈ છે.
CDR અને CCTV સહિતના પુરાવા પોલીસ પાસે છે
યુવરાજે કહ્યું હતું કે મેં કેટલાક લોકોના કહેવાથી નામ આપ્યા હતાં. નાણાકીય વ્યવહાર પોલીસ તપાસમાં સ્પષ્ટ થયો છે, બિપીન ત્રિવેદી અને યુવરાજસિંહ વચ્ચેની એક ચેટ પણ સામે આવી છે, તમામ પુરાવા મીડિયાને આપવામાં આવશે.CDR અને CCTV સહિતના પુરાવા પોલીસ પાસે છે, તમામ આરોપીઓના લોકેસન એક્ઝેટ મેચ થઈ રહ્યાં છે, એક સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ છેલ્લો હપ્તો લઈ કોમ્પ્લેક્ષમાં ચડતો દેખાઈ રહ્યો છે.
અમિત ચાવડાના સરકાર પર પ્રહારો
યુવરાજસિંહ જાડેજાની ધરપકડ થતાની સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર પર સવાલો કર્યા છે. અમિત ચાવડાએ યુવરાજસિંહના કામને વખાણ્યું હતું અને બીજી તરફ 156ની બહુમતીની સરકારે 56 ની છાતી પેપર ફોડવાવાળા સામે કરવાની હતી. 56 ની છાતી ડમી કાંડ કરવા વાળા છે તેની સામે કરવાની હતી.કૌભાંડોને બહાર લાવે અને એને જ આજે જેલમાં પુરવાની પ્રક્રિયા થઈ રહી છે. હું માંનું છે કે આ ગાંધી સરદારના ગુજરાતમાં આખા સમાજે જાગૃત થવાની જરુંર છે. આ સરકારમાં વારંવાર પેપર ફુટ્યા વગર પરીક્ષા આપે 40 લાખ આપી PSI ની ટ્રેનિંગમાં પહોંચી જાય, ડમી કાંડ બહાર આવે. જે યુવરાજસિંહ પુરાવા સાથે સરકારને પોલીસને રજૂઆતો કરતાં હોય આજે એની સામે ખોટી ફરિયાદ કરીને એને જ જેલમાં મોકલવાની તજવીજ થઈ રહી છે.