કોરોના મહામારીની બધી અસરથી બાળકોને બચાવવા માટે પર્યાપ્ત ઉપાયો પર જરૂરી

શનિવાર, 12 જૂન 2021 (11:52 IST)
- કૈલાશ સત્યાર્થી 
દુનિયાના કરોડો બાળકોનુ ભવિષ્ય આજે જેટલુ સંકટમાં છે, કદાચ એટલુ છેલ્લા અનેક દસકાઓમાં નથી રહ્યુ. તેથી આજે વિશ્વ બળ શ્રમ નિષેદ દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. કોરોના મહામારીના ગંભીર પડકારોને દ્રષ્ટિગત મુકતા આજે અમે નવા સંકલ્પ અને સંસાધનોની સાથે મોટા પગલા ઉઠાવવાની જરૂર છે. વર્ષ 1998માં 103 દેશોના બાળ શ્રમ વિરોધના સંદર્ભમાં વિશ્વ યાત્રા પછી આપણે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના વાર્ષિક સંમેલનમાં વર્ષના એક દિવસને બાળ શ્રમ વિરોધી દિવસના રૂપમા ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો હતો, જેને વર્ષ 2002મં સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકૃત કરીને 12 જૂન નક્કી કર્યો. પણ જે જોશ અને ગતિ સાથે બાળ મજૂરી નાબૂદ કરવાનું કામ થવું જોઈએ તે થયુ નથી. 
 
છતાં દુનિયા આ દિશામાં ધીરે ધીરે આગળ વધી રહી છે. તેથી આ દિવસની ઉજવણીનું એક યોગ્ય  કારણ છે. હવે કોરોના રોગચાળો અને તેનાથી ઉભા થયેલા આર્થિક સંકટ સાથે આ સ્પષ્ટ થઈ ગયું છે કે લાખો નહીં, પણ કરોડો બાળકો બાળ મજૂરીમાં ધકેલાઈ જશે એ નક્કી છે.  આ બાબતે એક ચિંતાજનક બાજુ એ  પણ સામે આવ્યો છે કે છેલ્લા 20 વર્ષમાં પહેલીવાર બાળ મજૂરીના આંકડા વઘ્યા છે. તેથી જ આપણે બાળ મજૂર નિષેધ દિન પર આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.
 
દુનિયામાં માં આજે જેતલા સંસાધનો અને તકનીકી છે એટલી પહેલા ક્યારેય નહોતી. પરંતુ આ બધુ હોવા છતાં, આગળ વધતો માણસ હજુ પણ પોતાના બાળકોને સાથે લઈને ચાલવામાં સક્ષમ નથી બની શક્યો.   આપણા લાખો બાળકો પાછળ રહી ગયા છે. હું સંયુક્ત રાષ્ટ્ર અને તેની સંબંધિત સંસ્થાઓ અને વિશ્વભરની સરકારોને અપીલ કરું છું કે શિક્ષણ, આરોગ્ય અને સલામતીના ક્ષેત્રમાં બાળકોની વસ્તીના પ્રમાણસર ભલે ન હોય તો પણ જરૂરિયાત મુજબ સંસાધનોનો યોગ્ય હિસ્સો  ખર્ચ થવો જોઈએ.
 
વિડંબના એ છે કે કોરોના મહામારીથી આખી દુનિયા સમાન રૂપે પ્રભાવિત થઈ છે, પણ તેનો સામનો કરવા માટે જે સંસાધનોનુ વિતરણ કરવામાં આવ્યુ, તે અસમાન રહ્યુ.  મહામારીને કારણે ઉદ્ભવતા આર્થિક સંકટથી અર્થતંત્રને જીવંત બનાવવા માટે તમામ દેશો વિવિધ પ્રકારના આર્થિક પેકેજ આપી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સમૃદ્ધ દેશોએ સંયુક્ત રીતે અનુદાનની જાહેરાત કરી છે. પરંતુ તેમાં કોઈ બાળકો ક્યાય નથી. વર્ષ 2020 માં  કોવિડ-19 રાહત પેકેજના આઠ ખરબ ડોલરમાંથી માત્ર 0.13 ટકા એટલે કે લગભગ 10 અરબ ડોલર જ મદદ માટે આપવામાં આવી.  બાકી પૈસા મોટા કોર્પોરેટ ઘરોને બચાવવા માટે  આપવામાં આવ્યા હતા
 
બીજો મહત્વનો મુદ્દો એ છે કે બાળ મજૂરી એકતરફની સમસ્યા નથી. પરંતુ કમનસીબે, સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓથી માંડીને જુદા જુદા દેશોની સરકારો સુધી, આ સમસ્યાઓ ટુકડા કરી વિવિધ સંસ્થાઓ અને મંત્રાલયોને સોંપવામાં આવી છે. ઉદાહરણ તરીકે, બાળ મજૂરી, શિક્ષણ, આરોગ્ય અને સલામતી માટે વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સરકારી વિભાગો છે. આપણે સમજવુ જોઈએ કે બાળ મજૂરી, ગરીબી, નિરક્ષરતા અને રોગો વચ્ચે એક દુષ્ચક્ર બન્યુ છે  જે એકબીજાને ઉત્પન્ન કરે છે અને પછી આગળ વધે છે. 
 
વર્ષ 1981 માં બાળ બાળ મજૂરી નાબૂદ કરવાનું કામ શરૂ કર્યાના થોડા સમય પછી, આપણને ખબર પડી કે નિરક્ષરતા અને બાળ મજૂરી એક જ સિક્કાની બે બાજુ છે. તેથી, નીતિઓ, કાર્યક્રમો અને લોક જાગૃતિના મુદ્દાઓમાં તેના સમન્વયના પ્રયાસ કરવામાં આવ્યા. પછી ધીમે ધીમે આ સમજાયું કે બાળ મજૂરી પુખ્ત બેકારી અથવા અન્ય અર્થમાં ગરીબીને પ્રોત્સાહન આપે છે.  પછી અમે આ ત્રણેય વચ્ચેના સંબંધો પર ભાર આપવો શરૂ કર્યો  પરંતુ મહામારી દરમિયાન તે સ્પષ્ટ થઈ ગયું કે ચોથું મહત્વનું પરિમાણ આરોગ્ય પણ છે. તેથી, ભારતમાં આરોગ્યને મૂળભૂત અધિકારનો દરજ્જો આપવો જોઈએ. બાળકોનું આરોગ્ય સુનિશ્ચિત કરવા માટે નિરક્ષરતા, ગરીબી અને બાળ મજૂરી નાબૂદ કરવું જરૂરી છે.
 
તાજેતરમાં, વિશ્વ આરોગ્ય સંગઠનની 74મી વર્લ્ડ હેલ્થ અસેંબલીમાં લાગેલા દુનિયાભરના સ્વાસ્થ્ય મંત્રીઓ  અને વૈશ્વિક નેતાઓ પાએથી કોરોના મહામારીથી પ્રભાવિત બાળકોની સુરક્ષા માટે પોતપોતાના દેશમાં વિશેષ બજેટ વહેંચની કરવા અને ટાસ્ક ફોર્સની રચના કરવાનો આગ્રહ કર્યો. સંયુક્ત રાષ્ટ્રની તમામ એજન્સીઓ આવા સમયમાં સાથે મળીને કામ કરવા અને ઇન્ટર-એજન્સી હાઈ લેવલ ગ્રુપ બનાવવાની સુચનાને દોહરાવી. એટલું જ નહીં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે બાળકોના મામલે બહુઆયામી આપદા છે. તેથી તેને પ્રભાવી રૂપે સામનો કરવા માટે તેઓ રાષ્ટ્રીય સ્તર પર એક ટાસ્ક ફોર્સની રચના કરે. 
 
જો આપણે હજુ પણ આપણી ભૂલોથી શીખીશું નહીં અને સાઈડ પર મુકાયેલા અને વિકાસમાં એકદમ પાછળ રહેલા  બાળકો માટે કંઈ નહીં વિચારીએ અને નહી કરીએ, તો અમે કોરોના વાયરસને કારણે નહીં, પરંતુ તેનો સામનો કરવાની તૈયારીની કમી, ઉદાસીનતા અને બેદરકારીને કારણે તેમને ગુમાવી દઈશુ. મહામારીને કારણે દુનિયાના લગભગ 14 કરોડ બાળકો અને તેમના પરિવાર અત્યાધિક ગરીબીના કીચડમાં ધકેલાય ગયા. લાખો બાળકો અનાથ થઈ ગયા. શાળા બંધ થવાથી કરોડો બાળકોનો અભ્યાસ બગડ્યો છે અને તેઓ મિડ-ડે મિલથી પણ વંચિત થઈ ગયા છે.  એક અભ્યાસમા આ સામે આવ્યુ છે કે તેમાથી લાખો બાળકો પોતાના ક્લાસમાં પરત નહી આવી શકે. 
 
ભારત સહિત સમગ્ર વિશ્વમાં આપણી રાજકીય, સામાજિક અને આર્થિક પ્રાથમિકતાઓમાં બાળકો રહ્યા જ નથી. આ જ કારણ છે કે મોટી સંખ્યામાં બાળકો શિક્ષણથી વંચિત છે અને બાળ મજૂરી વગેરે કરવા માટે લાચાર છે.  આવી સ્થિતિમાં સમય આવી ગયો છે કે પુરી એક પેઢીને બચાવવા રાજનીતિક અને વિકાસમાં બાજુ પર થઈ ગયેલા બાળકોને કેન્દ્ર બિંદુ પર લાવવામાં આવે. નફો, રાજકારણ અને સંપત્તિ તો રાહ જોઈ શકે છે, પરંતુ આપણા બાળકો નહી. તેમની આઝાદી, સુરક્ષા અને તેમનુ બાળપણ હવે વધુ રાહ જોઈ શકતુ નથી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર