કેમ મનાવાય છે મે દિવસ
4 મે 1886ના રોજ અમેરિકાના મજૂર સંઘોએ હડતાલ કરી હતી. આ હડતાલનું કારણ હતુ કે મજૂર સંઘોએ નિર્ણય કર્યો હતો કે તે આઠ કલાકથી વધુ કામ નહી કરે. આ હડતાલ દરમિયાન શિકાગોના હેમાર્કેટ ચારરસ્તા પર એક શાંતિપૂર્ણ રેલી કાઢવામાં આવી હતી. મજૂરોની આ હડતાલ વચ્ચે શિકાગોમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને આ ભગદડ વચ્ચે પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે મજૂરો પર ગોળી ચલાવી દીધી જેનાથી અનેક મજૂરોના જીવ ગયા.
આ કાંડને હેમાર્કેટૅ નરસંહારના રૂપમાં પણ ઓળખાય છે. 1889માં આ એલાન કરવામાં આવ્યુ કે હેમાર્કેટમાં માર્યા ગયેલા લોકોની યાદમાં હવેથી 1 મે ના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના રૂપમાં ઉજવાશે અને આ દિવસે સાર્વજનિક રજાની પણ જાહેરાત કરવામાં આવી. હેમાર્કેટૅ સ્કવાયર જ્યા આ ઘટના થઈ તેને 1992માં શિકાગો લેંડમાર્કનુ નામ આપવામાં આવ્યુ.