UP માં કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક, મહિલાઓને 40 ટકા ટિકિટ આપવાનો લીધો નિર્ણય ? પ્રિયંકા ગાંધીએ જણાવ્યુ કોણે માટે લીધો આ નિર્ણય

મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (16:53 IST)
કોંગ્રેસે મંગળવારે જાહેરાત કરી હતી કે તે 2022ની શરૂઆતમાં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે (Uttar Pradesh Assembly Election) માં પાર્ટીની 40 ટકા ટિકિટ મહિલા ઉમેદવારોને આપવામાં આવશે. ઉત્તર પ્રદેશના પાર્ટી પ્રભારી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ જાહેરાત કરી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસનું સ્લોગન 'લડકી હુ લડ સકતી હૂ' રહેશે. 
 
પ્રિયંકાએ કહ્યું કે, “આ નિર્ણય ભારતીય રાજનીતિનો માર્ગ બદલવા માટે લેવામાં આવ્યો છે. આ તે તમામ મહિલાઓ માટે છે જેમણે મને પ્રેરણા આપી છે. " તેમણે કહ્યું કે જો તેનુ બસ ચાલત તો તે 50 ટકા અનામત ટિકિટ મહિલાઓ માટે રાખત.
 
પ્રિયંકાએ જણાવ્યુ કેમ લેવામાં આવ્યો આ નિર્ણય 
 
પ્રિયંકાએ કહ્યું કે આ નિર્ણય તમામ મહિલાઓ માટે છે. પરંતુ આ પ્રસંગે તેમણે ઘણી મહિલાઓના નામ લીધા. આ પ્રસંગે પ્રિયંકાએ કહ્યું, “આ નિર્ણય ચંદૌલીમાં શહીદ સૈનિકની બહેન વૈષ્ણવી માટે છે. જેને મને કહ્યુ કે તેનો ભાઈ શહીદ થયો છે પણ તે પાયલોટ બનવા માંગે છે. આ નિર્ણય ઉન્નાવની એ બાળકી માટે છે જેને સળગાવવામાં આવી.  મારવામાં આવી.  તેની ભાભી માટે છે જે હજુ પણ સંઘર્ષ કરી રહી છે અને તેની 9 વર્ષની પુત્રી માટે જેને શાળામાં ધમકીઓ મળે છે.  આ નિર્ણય હાથરસની માતા માટે છે જેમણે મને ગળે ભેટીને કહ્યું કે તે ન્યાય માંગે છે. આ નિર્ણય રમેશ કશ્યપની પુત્રી માટે છે જે મોટી થઈને ડોક્ટર બનવા માંગે છે. પ્રિયંકાએ વધુમાં કહ્યું કે આ નિર્ણય ઉત્તર પ્રદેશની દરેક મહિલા અને પુત્રી માટે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર