Reel બનાવી રહ્યા હતા અને અચાનક 300 ફીટ ઊંડા ખીણમાં ખાબકી કાર, Video થયો વાયરલ

શુક્રવાર, 11 જુલાઈ 2025 (11:32 IST)
satara viral video
Maharashtra News: મહારાષ્ટ્રના સાતારા જીલ્લાના પાટણ સડા વાઘાપુર ચોકમાં ફરવા આવેલ યુવકોની કાર ખીણમાં ખાબકતા દર્દનાક વીડિયો સામે આવ્યો છે. એવુ બતાવાય રહ્યુ છે કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે યુવક પઠારના ઊંચા ઢાળ પર રીલ બનાવવા માટે કારથી સ્ટંટ કરી રહ્યો હતો.  વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર ઢસડતા સીધી 300 ફીટ ઊંડી ખીણમાં જઈને પડે છે. આ દુર્ઘટનામાં કાર ચલાવી રહેલ સાહિલ અનિલ જાઘવ (વય 20, કરાડ નિવાસી) ગંભીર રૂપે ઘાયલ થઈ ગયો છે. તેને તરત જ કરાડના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યા તેની સારવાર ચાલુ છે.  
 
ખીણમાં ઉતરીને બચાવ કામગીરી
અકસ્માત સમયે કારમાં હાજર અન્ય ચાર યુવાનો ફોટોશૂટ માટે નીચે ઉતરી ગયા હતા, જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક યુવાનોની મદદથી ખાડામાં ઉતરીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કાર ચાલકનો બચાવ થયો હતો. હાલમાં અનિલ ગંભીર રીતે ઘાયલ છે, જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
 
ઘટનાની માહિતી મળતા જ પાટણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં, આ વીડિયો વાયરલ થયા બાદ, લોકો આવા સ્ટંટ અંગે ચિંતિત બન્યા છે.
 
આ ઘટનાઓમાંથી બોધપાઠ લેવો જોઈએ
આ ઘટના માત્ર યુવાનો માટે જ નહીં, પરંતુ માતાપિતા અને સમાજ માટે પણ એક સંદેશ છે કે ઓનલાઈન લોકપ્રિયતા પાછળ દોડતી વખતે જીવ દાવ પર લગાવવો ક્યારેય સમજદારીભર્યું નથી. આવી ઘટનાઓથી સાવધ રહેવું અને અન્ય લોકોને પણ જાગૃત કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર